For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની નવી કેબિનેટમાં 24 નવા ચહેરા

Updated: Sep 17th, 2021

Article Content Image

નો - રિપીટ થિયરી, સારે જમીં પર : મોદીનો માસ્ટર સ્ટ્રોક, ઓપરેશન ઓલ ક્લિયર

રૂપાણી સરકારના 22 મંત્રીઓને સાગમટે રૂખસદ  સરકારમાં 8 પટેલ અને 6 ઓબીસી મંત્રીઓનો દબદબો

રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં 10 કેબિનેટ, પાંચ સ્વતંત્ર હવાલા સાથે 14 રાજ્યકક્ષાના મંત્રીઓના શપથ

ગુજરાત મોડલની માફક નરેન્દ્ર મોદીનો હિંમતભર્યો પ્રયોગ આખા દેશ માટે નિર્ણાયક બનશે

કોંગ્રેસમાંથી આવેલા પાંચ બળવાખોર-પૂર્વ મંત્રીઓ આઉટ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 24 નવા સભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે. આ કેબિનેટની ખાસિયત એવી છે કે જેમાં ઉમેરવામાં આવેલા તમામ ચહેરા ફ્રેશ છે. વિજય રૂપાણીની સરકારમાં કામ કરી ચૂકેલા તમામ 22 મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. નો રિપીટ થિયરીનો મેન્ડેટ લઇને આવેલા કેન્દ્રિય નિરીક્ષકોએ દિલ્હી દરબારના આદેશનું ગુજરાતમાં સખ્ત પાલન કર્યું છે.

ભૂપેન્દ્ર પટેલની ટીમ ગુજરાતમાં 10 કેબિનેટ, પાંચ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના 14 મંત્રીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ એવી હશે કે જેમાં જૂની વિજય રૂપાણીના સરકારના એકપણ મંત્રીને રિપીટ કરવામાં આવ્યા નથી, મુખ્યમંત્રીએ તેમની કેબિનેટમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી સાત, દક્ષિણ ગુજરાતમાંથી સાત, મધ્ય ગુજરાતમાંથી પાંચ, ઉત્તર ગુજરાતમાંથી ત્રણ અને અમદાવાદમાંથી બે મંત્રીઓ લીધા છે.

કેબિનેટનું કદ કુલ 25 સભ્યોનું થયું છે જેમને મોડી સાંજે ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ તેમની ટીમમાં ઓબીસી સમાજમાંથી ત્રણ કોળી સહિત કુલ નવ સભ્યો, એક ક્ષત્રિય, મુખ્યમંત્રી સહિત કુલ સાત પટેલ, બે એસસી, ત્રણ એસટી, એક બ્રાહ્મણ અને એક જૈન સભ્યનો સમાવેશ કર્યો છે.

નવી કેબિનેટની રચનામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વન મંત્રી ગણપત વસાવા, કૃષિ મંત્રી આરસી ફળદુ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જેવા ધુરંધર સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ પેરાશૂટની માફક કોંગ્રેસમાંથી ભાજપમાં ટપકી પડેલા અને છેલ્લા ચાર વર્ષથી રૂપાણી સરકારમાં મંત્રીપદ ભોગવી રહેલા પૂર્વ સિનિયર મંત્રીઓ જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સફાયો કરી દીધો છે. ભાજપે આ પાંચેય નેતાઓનો ચૂંટણીમાં ઉપયોગ  કરીને યોગ્ય સમયે ફેંકી દીધા છે અને હવે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટિકીટ આપે તેવી શક્યતા પણ દેખાતી નથી.

આ ચારેય નેતાઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. ગાંધીનગરના રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં મંચસ્થ મહાનુભાવોની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલી હરોળમાં બેઠા હતા. ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતે નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. આ તબક્કે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની કેબિનેટનું આખું ઓપરેશન ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષે પુરૂં પાડયું છે. સિનિયર મંત્રીઓના વ્યાપક વિરોધ વચ્ચે તેમણે મોદીના આદેશનું સજ્જડ પાલન કરાવ્યું છે.

સરકારમાંથી વિદાય લઇ રહેલા મંત્રીઓ હવે શું કરશે તે ભાજપમાં મોટો પ્રશ્ન છે. જેમને મંત્રીપદેથી પડતા મૂકવામાં આવ્યા છે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ટિકીટ મળશે કે કેમ તે પણ મોટો પ્રશ્નાર્થ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આટલો મોટો બદલાવ કરી દેશની અન્ય પાર્ટીઓને એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને ઝીરો કેવી રીતે કરી દેવી તેની મોટી શીખ આપી છે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સમાવાયેલા રાજ્યકક્ષાના મંત્રીઓ

મનીષા વકીલ

વડોદરા

46

એસસી

હર્ષ સંઘવી

મજૂરા, સુરત

36

જૈન

બ્રિજેશ મેરઝા

મોરબી

63

પટેલ

જીતુ ચૌધરી

કપરાડા

57

એસટી

જગદીશ પંચાલ

નિકોલ

48

ઓબીસી

મુકેશ પટેલ

ઓલપાડ

51

એસટી

નિમિષા સુથાર

મોરવા હડફ

38

ઓબીસી

અરવિંદ રૈયાણી

રાજકોટ

44

પટેલ

કુબેર ડીંડોર

સંતરામપુર

51

એસટી

કિર્તીસિંહ વાઘેલા

કાંકરેજ

52

ઓબીસી

ગજેન્દ્ર પરમાર

પ્રાંતિજ

43

ઓબીસી

આરસી મકવાણા

મહુવા

52

એસસી

વિનોદ મોરડિયા

કતારગામ

54

પટેલ

દેવા માલમ

કેશોદ

62

પટેલ


ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સમાવાયેલા કેબિનેટ મંત્રીઓ

નામ

વિસ્તાર

ઉંમર

જ્ઞાાતિ

રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરા

67

બ્રાહ્મણ

પૂર્ણેશ મોદી

સુરત

56

ઓબીસી

કનુભાઇ દેસાઇ

પારડી

70

બ્રાહ્મણ

અર્જુનસિંહ ચૌહાણ

મહેમદાવાદ

45

ઓબીસી

ઋષિકેશ પટેલ

વિસનગર

61

પટેલ

નરેશ પટેલ

ગણદેવી

53

પટેલ

જીતુ વાઘાણી

ભાવનગર

52

પટેલ

કિરીટસિંહ રાણા

લીંમડી

57

ક્ષત્રિય

પ્રદીપ પરમાર

અસારવા

57

એસસી

રાઘવજી પટેલ

જામનગર

63

પટેલ

Gujarat