ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત, PM મોદીએ બોલાવી ખાસ બેઠક
રાજકીય પક્ષો અને રાજનેતાઓ રેલવે મંત્રી પાસેથી રાજીનામાંની માંગણી શરૂ કરી દીધી
ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ ઓડિશાના મુખ્ય સચિવે પુષ્ટિ કરી કે અકસ્માતમાં 280 લોકોના મોત થયા છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મામલે PM મોદીએ ખાસ બેઠક બોલાવી છે.
રેલવે મંત્રાલય મૃતકોના પરિજનોને 10 લાખનું સહાય આપશે
ઓડિશામાં આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રાલય વતી મૃતકોના પરિજનોને વળતરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાનું સહાયઆપવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને એમ પણ કહ્યું કે અકસ્માતમાં જાન ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય આપવામાં આવશે.
PMOએ સહાયની જાહેરાત કરી
પીએમ મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. PMO ઑફિસે આ સંબંધમાં ટ્વિટ કર્યું હતું. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
રેલવે મંત્રી પાસેથી રાજીનામું માંગવામાં આવી રહ્યું છે
ટ્રેન દુર્ઘટના સામે આવ્યા બાદ જ્યાં રાજકીય પક્ષો અને રાજનેતાઓ અકસ્માતને લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખરાબ રીતે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોએ તેમના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે રેલ્વે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ પહેલા સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે પણ કહ્યું હતું કે અકસ્માતની જવાબદારી લેતા રેલ્વે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
TMCએ આ વાત કહી હતી
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે પડોશી રાજ્ય ઓડિશામાં ભીષણ ત્રિપલ ટ્રેન દુર્ઘટનાને લઈને ગઈકાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વંદે ભારત ટ્રેનો અને નવા બનેલા રેલ્વે સ્ટેશનો વિશે જનતાને ગેરમાર્ગે દોરવા દ્વારા રાજકીય સમર્થન મેળવવા માટે શેખી કરી રહી છે, પરંતુ સલામતીના પગલાંની અવગણના કરી રહી છે.
સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર છેઃ CPI સાંસદ
સીપીઆઈ સાંસદે સરકાર પર માત્ર લક્ઝરી ટ્રેનો પર ધ્યાન આપવાનો આરોપ લગાવ્યો છે. સાંસદ બિનોય વિશ્વમે કહ્યું છે કે, 'સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર છે. સામાન્ય લોકોની ટ્રેનો અને ટ્રેકની ઉપેક્ષા કરવામાં આવે છે. ઓડિશામાં થયેલા મૃત્યુ તેનું પરિણામ છે. તેમણે કહ્યું કે રેલ્વે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.