વર્ષ 1901 પછી 2019 ભારત માટે 7મું સૌથી ગરમ વર્ષ; હવામાન વિભાગ
નવી દિલ્હી,6 જાન્યુઆરી 2020 સોમવાર
વર્ષ 1901 પછી ભારતમાં વર્ષ 2019 દુનિયાનું આ 7મું સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે,હવામાન વિભાગે આ અંગે માહિતી આપી હતી.હવામાન વિભાગે કહ્યું કે ભારતમાં વર્ષ 2016 સૌથી ગરમ વર્ષ તરીરે નોંધાયું હતું જ્યારે વર્ષ 2019ની તુલનામાં ગણું ઓછું ગરમ રહ્યું.
સૌથી ગરમ,સૌથી વધુ વરસાદ,અને સૌથી વધું આધી-તોફાન, વર્ષ 2019નું હવામાન આ ત્રણેય માટે ઓળખાશે, હવામાન વિભાગનાં આંકડા આ બાબત જણાવે છે.
એક તરફ વર્ષ 2019માં જ્યાં ગરમી તેની ચરમસીમા પર રહીં ત્યાંજ વરસાદ પણ અનરાધાર થયો, આ પહેલા વર્ષ 2009થી લઇને વર્ષ 2018 સૌથી ગરમ દશકા કરીકે ઓળખવામાં આવતો હતો.
દેશભરમાં સરેરાસ વાર્ષિક હવાનું તાપમાન સામાન્યથી 0.36 ડિગ્રી સેલ્સીયસથી વધુ હતું, વર્ષ 2016નું વર્ષ સૌથી ગરમ વર્ષ તરીકે રેકાર્ડ હતું જ્યારે સરેરાસ તાપમાન 0.71 ડિગ્રી સેલ્સીયસથી વધુ હતું, ચોમાસા પહેલા તાપમાન 0.39 ડિગ્રી સેલ્સીયસથી વધુ અને ચોમાસા દરમિયાન 0.58 ડિગ્રી સેલ્સીયસથી વધુ રહ્યું.
જેના કારણે વાતાવરણ વધુ ગરમ રહ્યું, વિશ્વ હવામાન સંગઠનનાં જણાવ્યા પ્રમાણે વિશ્વસ્તરે સરેરાસ તાપમાન વર્ષ 2019 (જાન્યુઆરી-ઓક્ટોબર) દરમિયાન તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.વળી આ જ વર્ષે ગરમી સિવાય ભારે વરસાદ,બરફ વર્ષા, આંધી-તોફાન,શિત લહેર પણ થઇ હોવાથી દેશભરમાં ઘણા લોકોનાં મોત થયા.