Get The App

2 મહિનામાં 2 દીકરા દેશ માટે શહીદ, આ પરિવાર પર તૂટ્યો આફતનો પહાડ, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
2 મહિનામાં 2 દીકરા દેશ માટે શહીદ, આ પરિવાર પર તૂટ્યો આફતનો પહાડ, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ 1 - image


Image: Facebook

Jammu and Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગત દિવસોમાં આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કર્યો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા અને લગભગ આટલા જ ઘાયલ છે. જે 5 સૈનિકોના મોત થયા તે તમામ ઉત્તરાખંડના છે. રાજ્ય આ શહાદત પર ગર્વ કરી રહ્યું છે તો બીજી તરફ સૈનિકોના પરિવારોમાં શોક પણ છે. આમાં એક પરિવાર એવો પણ છે જેમના બે પુત્ર બે મહિનાના અંતરે જ દેશ માટે શહીદ થઈ ગયા છે.

એક જ પરિવારના બે પુત્ર શહીદ

ઉત્તરાખંડના ટિહરીમાં સ્થિત ડાગર ગામના એક પરિવારના બે પુત્ર બે મહિનાના અંતરમાં દેશ માટે શહીદ થઈ ગયા છે. તેમાંથી એક પુત્ર આદર્શ નેગી ગત સોમવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ તો બીજી તરફ બીજો પુત્ર અને આદર્શના પિતરાઈ ભાઈ મેજર પ્રણય નેગી ગત એપ્રિલમાં લેહમાં બીમારી સામે ઝઝૂમતાં શહીદ થઈ ગયાં હતાં. બંને પુત્રના જવાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

લગ્નની વાત ચાલી રહી હતી

કઠુઆમાં શહીદ થનાર જવાન આદર્શ નેગી વર્ષ 2018માં ગઢવાલ રાઈફલ્સમાં ભરતી થયા હતાં. તેમના પિતા ખેડૂત હતાં. જાણકારી અનુસાર આદર્શના માતા-પિતા લગ્ન માટે વાતચીત પણ કરી રહ્યાં હતાં પરંતુ પરિવાર એક પુત્રની શહાદતથી ઉભર્યો જ હતો કે બીજો પુત્ર પણ શહીદ થઈ ગયો. સ્થાનિક ધારાસભ્ય, રાજ્યના સીએમ પુષ્કર ધામીએ શહીદના પિતા અને પરિવારને સાંત્વના આપી છે.

સીએમ ધામીએ આપી શ્રદ્ધાંજલિ

મંગળવારની સાંજે પાંચેય શહીદોના પાર્થિવદેહને સૈન્ય વિમાનથી દેહરાદૂન એરપોર્ટ પર પહોંચાડાયા. રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સીએમ ધામીએ કહ્યું કે રાષ્ટ્ર રક્ષા કરતા વીરગતિને પ્રાપ્ત અમારા અમર શહીદોને તમામ દેશવાસી હંમેશા પોતાની સ્મૃતિઓમાં જીવંત રાખશે. તમે સૈન્યભૂમિ ઉત્તરાખંડના ગૌરવ છો અને અમે તમામ પ્રદેશવાસીઓને તમારા પર ગર્વ છે.

Tags :