ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર
૬ સગીર સહિત ૧૨ની ધરપકડ ઃ હોસ્પિટલે કિશોરી ગર્ભવતી હોવાનું જાહેર કરતા સમગ્ર કૃત્ય બહાર આવ્યું
પીડિતાની ફરિયાદ પર ચૂપ રહેનાર માતાની પણ ધરપકડ
ચેન્નાઇ,
તા. ૧૨
ચેન્નાઇના પલ્લવરમની પાસે ૧૩ વર્ષની કિશોરીની સાથે અનેક વખત
બળાત્કાર કરવાના આરોપમાં ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ૬ સગીર કિશોર પણ
સામેલ છે.
આ કૃત્ય એ સમયે સામે આવ્યું જ્યારે પેટમાં દુઃખાવાની ફરિયાદ
પર છોકરીની માતા તેને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ત્યાં જાણવા
મળ્યું કે તે ગર્ભવતી છે. ત્યારબાદ પીડિતાએ સમગ્ર વાત જણાવી હતી.
ત્યારબાદ હોસ્પિટલ વહીવટીતંત્રની તરફથી પલ્લવરમ પોલિસને જાણ
કરવામાં આવી હતી. પોલિસે પીડિતાની ફરિયાદને આધારે આરોપીઓની વિરુદ્ધ આઇપીસી અને
પોક્સો એક્ટની સંબધિત કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૃ કરી હતી.
પોલીસે આ કેસમાં પીડિતાની માતાને તેની સંડોવણીના આધારે તેની
વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યા પછી ધરપકડ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોરી
પોતાના ઘરમાં એકલી રહેતી હતી.
તેના માતા-પિતા બંને કામના સંદર્ભમાં ઘરની બહાર જતા રહેતા
હતાં. આ દરમિયાન એક સગીર આરોપી તેના ઘરે પાણીની બોટલ આપવા આવતો હતો. તેણે બાળકીને ઘરમાં એકલી જોઇને તેના પર બળાત્કાર
ગુજાર્યો હતો.
પીડિતાએ પોતાની માતાને આ ઘટનાની જાણ કરી પણ તે ચૂપ રહ્યાં
હતાં. જેના કારણે આરોપીનું મનોબળ વધી ગયું હતું. કેટલાક દિવસ પછી તે પોતાના એક
મિત્રને લઇને તેના ઘરે આવ્યો હતો. બંનેએ સાથે મળીને તેના પર બળાત્કાર ગુજાર્યો
હતો.
પીડિતા સતત પોતાની માતાને ફરિયાદ કરતી રહી પણ તેની માતા
ધ્યાન આપતી ન હતી. જ્યારે કિશોરી ગર્ભવતી બની ત્યારે બળાત્કારની ઘટના સામે આવી
હતી.
આરોપીઓની ઓળખ ૧૯ વર્ષીય નંદકુમાર, ૧૮ વર્ષીય
સંજયકુમાર, ૧૮
વર્ષીય સંજય, ૨૨
વર્ષીય મુદિચુર સૂર્યા, ૨૨
વર્ષીય ઇસા પલ્લવરમ નિકસન અને સાત સગીર કિશોરો તરીકે કરવામાં આવી છે.