Updated: May 26th, 2023
Image Courtesy: Freepik
નવી દિલ્હી,તા. 26 મે 2023,શુક્રવાર
ગુરુવારે રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે એક પછી એક 4 ફ્લાઈટ્સનું અમૃતસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ રાત્રે અમૃતસર એરપોર્ટથી લગભગ 2 વાગ્યે મોકલવામાં આવ્યા હતા.
શું હતુ કારણ?
ગુરુવારે રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીનું હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. જેના કારણે 11 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ 11 ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું હતું, જેમાંથી એક અમૃતસર એરપોર્ટ છે.
ઘણી ફ્લાઈટો ડાયવર્ટ કરી
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ગુરુવારે મોડી રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે 9 ડોમેસ્ટિક અને 2 ઈન્ટરનેશનલ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.
તેમાંથી ચાર ફ્લાઈટ્સ અમૃતસર, ત્રણ ફ્લાઈટ્સ જયપુર અને આ સિવાય અન્ય ફ્લાઈટ્સ અમદાવાદ, ઈન્દોર, ચેન્નાઈ અને ગ્વાલિયરમાં લેન્ડ કરવાની હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ હવામાનમાં સુધારો થતાં આ ફ્લાઈટોને દિલ્હી મોકલવામાં આવી હતી.
આ ફ્લાઈટ્સ અમૃતસરમાં લેન્ડ થઈ હતી
બેંગ્લોરની દિલ્હીની ફ્લાઇટ વિસ્તારા UK818ને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આ સિવાય ભુવનેશ્વર દિલ્હીની ફ્લાઈટ ઈન્ડિગો 6E2207, મુંબઈ દિલ્હી ફ્લાઈટ વિસ્તારા UK940, સાઉદી અરેબિયાના રિયાધથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની AI926 ફ્લાઈટને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.
આ ફ્લાઈટ્સ જયપુરમાં લેન્ડ થઈ હતી
આ એરપોર્ટ પર પણ ઈમરજન્સી લેન્ડિંગ થયું
આ સિવાય હોંગકોંગ દિલ્હી ઈન્ટરનેશનલ ફ્લાઈટ કૈથે-પેસિફિક CX 695ને ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જેથી મુંબઈ દિલ્હીની ફ્લાઈટ એર ઈન્ડિયા AI888ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.