Get The App

105 વર્ષ જૂના કાયદાથી લોકસભા બની, કઈ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Lok Sabha Speaker Om Birla


Lok Sabha Speaker and Deputy Speaker : ભાજપ સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ ઓમ બિરલા લોકસભાના સ્પીકર રહેશે. તેમને ધ્વનિ મતથી સ્પીકર પસંદ કરવામાં આવ્યા છે. વિપક્ષે ઇન્ડિયા બ્લોકના કે.સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, વિપક્ષે જ મતદાન માગ્યું નહોતું, જેના કારણે સ્પીકરનો નિર્ણય ધ્વનિ મતથી થઇ ગયો હતો.

બલરામ જાખડ જ સતત બે વખત સ્પીકર રહ્યા

આ પાંચમી વખત એવું બન્યું છે કે લોકસભાના સ્પીકરને બીજી વખત ચૂંટવામાં આવ્યા હોય. ઓમ બિરલા અગાઉ એમએ આયંગર, જીએસ ઢીલ્લો, બલરામ જાખડ અને જીએમસી બાલ યોગી બીજી વખત સ્પીકર ચૂંટાયા હતા. જોકે અત્યાર સુધી ફક્ત બલરામ જાખડ જ એકમાત્ર એવા નેતા છે જેમણે સતત બે વખત સ્પીકરનો કાર્યકાળ પૂરો કર્યો હોય.

સ્પીકરની પસંદગી કરી લેવાઈ છે. હવે વારો ડેપ્યુટી સ્પીકરનો છે. પાછલી સરકારમાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રહ્યું હતું. વિપક્ષની માંગ છે કે પરંપરા અનુસાર ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને મળવું જોઈએ. જો કે અત્યાર સુધી ડેપ્યુટી સ્પીકરના પદને લઈને કંઈ સ્પષ્ટ નથી.  ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ક્યારે થશે તે સ્પીકર નક્કી કરશે.

આ પણ વાંચો :- લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા વડાપ્રધાન

આ પણ વાંચો: - ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરી, વિપક્ષે હોબાળા બાદ સૂત્રોચ્ચાર કર્યા, લોકસભાની કાર્યવાહી સ્થગિતગૃહના મુખ્ય વ્યક્તિ સ્પીકર ગણાય છે

લોકસભા સ્પીકરનું પદ બંધારણીય પદ હોય છે. સદનના સૌથી મુખ્ય વ્યક્તિ સ્પીકર જ છે. સદનમાં સ્પીકરની મંજૂરી વગર કંઈ પણ થઈ શકતું નથી. સદનની કાર્યવાહી સ્પીકરની દેખરેખમાં થાય છે. જો સ્પીકર ના હોય તો ડેપ્યુટી સ્પીકર સદનની કાર્યવાહી ચલાવે છે. લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ કઈ રીતે આવ્યું તે જાણો. 

1919માં બન્યો હતો આ કાયદો

વર્ષ 1919માં બ્રિટિશ ઇન્ડિયામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પાસ થયો હતો. આ કાયદા હેઠળ જ સંસદનું ગઠન થયું હતું. કાયદા હેઠળ સંસદના બે સદન બનાવવામાં આવ્યા હતા. પહેલું સદન સેન્ટ્રલ લેજેસ્લેટિવ એસેમ્બલી જે નીચલું સદન હતું અને બીજું કાઉન્સિલ ઓફ સ્ટેટ જે ઉપલું સદન હતું.

સંસદના બે સદનો બનાવવાની ભલામણ ફોર્ડ રીફોર્મસે કરી હતી. બ્રિટિશ ઇન્ડિયામાં તત્કાલીન વિદેશ સચિવ એડ્વિન મોન્ટાગુ અને વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ 1918 માં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટના આધાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં 142 સભ્ય હતા. જેમાં 101ની ચૂંટણી થઈ હતી, ત્યારે 41ને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

જે 101 સભ્યોને ચૂંટવામાં આવ્યા, તેમાંથી 52 સામાન્ય, 29 મુસ્લિમ, 2 શીખ, 7 યુરોપિયન, સાત જમીનદાર અને ચાર કારોબારીઓનો સમાવેશ થતો હતો. બાદમાં ત્રણ સીટો દિલ્હી, અજમેર મેવાડ અને નોર્થ વેસ્ટ ફ્રાંટીયર જોડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ એસેમ્બલીના માટે પ્રથમ ચૂંટણી નવેમ્બર 1920માં થઈ હતી.

આઝાદીના બાદ જ્યારે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 લાગુ થયો ત્યારે સેન્ટ્રલ લેજી. એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 1950માં સંવિધાન લાગુ થયા બાદ સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલીનું નામ લોકસભા અને કાઉન્સિલ ઓફ સ્ટેટનું નામ રાજ્યસભા રાખવામાં આવ્યું હતું.

આ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ

જ્યારે સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલી બની ત્યારે તેમાં સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરનું પદ નહોતું. ત્યારે પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવામાં આવતું હતું. 1921માં ગવર્નર જનરલ ફેડરિક વ્હાઇટ એસેમ્બલીના પ્રેસિડેન્ટ નિયુક્ત થયા હતા. સચ્ચિદાનંદ સિંહા ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે પસંદગી પામ્યા હતા. એસેમ્બલીના પ્રેસિડેન્ટ પદ માટે 24 ઓગસ્ટ 1925ના રોજ ચૂંટણી થઈ હતી. વિઠ્ઠલભાઈ પટેલ આ ચૂંટણી જીત્યા હતા. વિઠ્ઠલભાઈ પટેલ આ પદ પર 28 એપ્રિલ 1930 સુધી રહ્યા હતા. તેમના પછી મોહમ્મદ યાકુબ પ્રમુખ બન્યા હતા.

છેલ્લી વખત 24 જાન્યુઆરી 1946ના રોજ ચૂંટણી થઈ હતી

એસેમ્બલી પ્રેસિડેન્ટ માટે 1925 થી 1946 સુધી છ વખત ચૂંટણી થઈ હતી. છેલ્લી વખત 24 જાન્યુઆરી 1946ના રોજ ચૂંટણી થઈ હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવી માલવંકર ચુંટાયા હતા. આઝાદી બાદ જ્યારે એસેમ્બલીને ભંગ કરવામાં આવી, ત્યારે માલવંકરને અંતિમ સંસદના સ્પીકર બનાવવામાં આવ્યા હતા. 17 એપ્રિલ 1952ના રોજ જ્યારે પહેલી લોકસભાનો ગઠન થયું, તો માવલંકરની જ સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી હતી. અને આ રીતે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ આવ્યું. આઝાદી બાદ પ્રથમ સ્પીકર જીવી માલવંકર હતા, ત્યારે ડેપ્યુટી સ્પીકર તરીકે એમ.એ. આયંગર હતા. ફેબ્રુઆરી 1956માં માવલંકરના નિધન બાદ આયંગર લોકસભાના સ્પીકર બન્યા હતા. આઝાદીથી અત્યાર સુધી હંમેશા પક્ષ અથવા ગઠબંધનના સાંસદ જ લોકસભાના સ્પીકર બન્યા છે. જ્યારે અત્યાર સુધી 18 ડેપ્યુટી સ્પીકર બન્યા છે. જેમાં દસ વખત જ વિપક્ષને પાર્ટી અથવા ગઠબંધનના સાંસદને આ જવાબદારી મળી છે.


Google NewsGoogle News