ઓક્ટોબરમાં થયેલી રશિયન ક્રાંતિને શતક પૂર્ણ
- 22 જાન્યુઆરીએ ઝારના સૈનિકોએ નિઃશસ્ત્ર લોકો ઉપર કર્યો હતો ગોળીબાર
- આ બનાવને ઈતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે
નવી દિલ્હી, તા. 7 નવેમ્બર 2017, મંગળવાર
દરેક ક્રાંતિ થવા પાછળ અનેક સમસ્યાઓએ જન્મ લીધો હોય છે. જ્યારે પણ માનવીના અધિકારોનુ હનન થાય છે ત્યારે ક્રાંતિનો જન્મ થાય છે. તેવી જ રીતે રશિયામા પણ ઝાર નિકોલસ બીજા સામે પણ હેરાન પરેશાન અને ત્રાહીમામ પોકાળેલી પ્રજાએ ક્રાંતિ રૂપી શસ્ત્ર હાથમાં લીધુ હતુ. આ ક્રાંતિને 100 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થયો.
જાણો તે ક્રાંતિને લગતી અવનવી વાતો-
શું તમને ખબર છે રશિયન ક્રાંતિના 100 વર્ષ કેવા રહ્યા હતા? -
વર્ષ 1917માં રુસમાં ક્રાંતિ બે ચરણોમાં થઈ હતી પ્રથમ ક્રાંતિ ફેબ્રુઆરી અને બીજી ઓકટોબર મહીનામાં થઈ હતી. ફેબ્રુઆરીમાં થયેલી ક્રાંતિએ રશિયામાં ઝાર રાજાના શાસનને નેસ નાબુદ કર્યુ હતુ. જ્યારે ઓક્ટોબરની ક્રાંતિએ દુનિયાભરમાં માર્કસવાદી રાજ્યની સ્થાપના કરી હતી. જેનુ નેતૃત્વ વ્લાદીમિર લેનીને કર્યુ હતુ.
રશિયામાં ખેડૂતોની સ્થીતિ ખુબ દયનિય હતી -
ધનીક જમીનદારો ખેડૂતોનું ખુબ શોષણ કરતા હતા. તેમ છતાં રશિયા ઔધોગિકરણના મામલે ખૂબ આગળ હતુ. જોકે ત્યાં કામ કરનાર લોકોની સ્થિતી ખુબ જ ખરાબ હતી. આ કામદારોને લાંબા સમય સુધી કામ કરવુ પડતુ હતું, તેની સામે તેમને ખુબ ઓછુ મહેતાણુ મળતુ હતુ. જેને લઈ લોકોમાં અસંતોષે ઉભો થયો હતો.
20મી સદીનો પ્રથમ દસક -
20મી સદીના પહેલા દસકામાં રુસના લોકો ઝાર નિકોલસ દ્ધિતિયના નિરકુંશ શાસનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. રુસમાં કામદારો અનેક સમસ્યાઓથી લડી રહ્યા હતા. જેમાં મજૂરીના કામના કલાકો અને તેમની કામની સ્થિતીને નિકોલસ અવગણતો હતો. નિકોલસના સેનિકોએ આ તમામ લોકો ઉપર અંધાધુન ગાળીઓનો વરસાદ કર્યો હતો. જેમા અનેક લોકોના મોત થયા હતા. આજે પણ આ દિવસને યાદ કરતા ભલભલાના રુવાંટા ઉભા થઈ જાય. આ દિવસને ઈતિહાસમાં લોહીયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. જેને લઈ લોકોમાં ઝારની સામે અંસતોષ ઉભો થયો, જેથી રશિયામાં ક્રાંતિના બીજ રોપાયા હતા. આ લોહીયાળ રવિવારના બનાવમાં અનેક લોકોના મોત થયા હતા.
લોહિયાળ રવિવારનો બનાવ-
22 જાન્યુઆરી 1905માં રવિવારના દિવસે પ્રદર્શન કારીઓનુ એક ગૃપ એક યાચિકા અરજી લઈ નિકોલસ દ્ધિતિયના મહેલ સેન્ટર પિટર્સબર્ગ સ્થિત વિંટર પેલેસ તરફ જઈ રહ્યુ હતા. તે સમયગાળા દરમિયાન ઝાર નિકોલસ ના સૈનિકોએ આ તમામ નિઃશસ્ત્ર લોકો ઉપર ગાળીબાર કર્યો હતો અને તેમા અનેક લોકોના મોત થયા હતા.
પ્રથમ વિશ્વ યુધ્ધને કારણે રશિયાની આર્થિક સ્થિતી ખુબ જ નબરી પડી ગઈ હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સૈનિકોને ભુખ્યા સુવુ પડતુ હતુ. જેને લઈ લોકોમાં અસંતોષ ઉભો થયો ક્રાંતિ કરવા તરફ પ્રેરાયા હતા.
પહેલી ક્રાંતિ 26 ફેબુઆરી 1917માં થઈ-
ઝારના નિરકુશ શાસન અને ભષ્ટાચારના કારણે ઉભા થયેલા અસંતોષે રુસમાં પહેલી ક્રાંતિ ફબ્રુઆરી 1917માં થઈ. 26 ફેબુઆરીના રોજ નિકોલસ દ્ધિતિયના વિરોધમાં આવેલા લોકો ઉપર દમન ગુજારવા ઝારે સેનાને આદેશ આપ્યો.
27 ફેબ્રુઆરીના રોજ આ ક્રાંતિમાં 60,000 સૈનિકો પણ સામેલ થયા અને રશિયાની રાજધાની ઉપર ક્રાંતિકારીઓએ કબજો મેળવ્યો. જેથી 2 માર્ચના રોજ નિકલસ બીજાને પદ છોડવા માટે મજબુર કર્યો. જેને લઈ રુસમાં ઝારના નિરકુશ શાસનનો અંત આવ્યો.
1917માં રશિયામાં બીજી ક્રાંતિ ઓક્ટોબરમાં થઈ હતી-
વર્ષ 1917માં રુસમાં બીજી ક્રાંતિ ઓક્ટોબરમાં થઈ હતી. જેનુ નેતૃત્વ વ્લાદીમિરે કર્યુ હતુ. જેનુ લેખન કાલ માર્કસના વિચારોથી પ્રભાવિત થયુ હતુ. ફેબ્રુઆરીની ક્રાંતીની સામે ઓક્ટોબરની ક્રાંતિ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી. 24-25 ઓક્ટોબરના રોજ લેનિનના નેતૃત્વમાં વામ પંથી ક્રાંતિકારીઓએ સરકાર સામે આંદોલન કર્યુ હતુ. આ બોલ્શેવિક ક્રાંતિએ સરકારી ભવનો, ટેલિગ્રાફક્સ સ્ટેશનો અને અન્ય મહત્વના સ્થાનો કબજો મેળવ્યો હતો.
ક્રાંતિ બાદ માર્કસવાદી શાસનની સ્થાપના થઈ-
આ ક્રાંતિની પછી દુનિયામાં પહેલા માર્કસવાદી શાસનની સ્થાપના થઈ. જુલાઈ વર્ષ 1918માં બોલ્શેવિકે જાર નિકોલસે દ્ધિ્તીય, તેની પત્ની અને તેના પાંચ બાળકોને ફાંસી આપામાં આવી હતી. 1920માં બોલ્શેવિક વિરોધીઓને હરાવવામાં આવ્યા અને 1922માં યુનિયન ઓફ સોવિયત સોશલિસ્ટ રિપબ્લિકની સ્થાપના કરવામાં આવી હતી.