Get The App

10 લાખથી વધુની લક્ઝુરિયસ વસ્તુઓની ખરીદી પર હવે 1% TCS લાગશે, ITનું નોટિફિકેશન

Updated: Apr 24th, 2025

GS TEAM

Google News
Google News
10 લાખથી વધુની લક્ઝુરિયસ વસ્તુઓની ખરીદી પર હવે 1% TCS લાગશે, ITનું નોટિફિકેશન 1 - image

- હેન્ડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ, સનગ્લાસ, પેઇન્ટિંગ, મૂર્તિઓ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી પર ટીસીએસ ચૂકવવો પડશે

10% TCS on 10 Lakh Purchase : દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગશે.

હાલમાં એક જાન્યુઆરી, 2025થી 10 લાખ રૂપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ લગાવવામાં આવી રહ્યો છે. 

આવકવેરા વિભાગે 22 એપ્રિલ, 2025થી 10 લાખ રૂપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.

ટીસીએસને નિર્દિષ્ટ વસ્તુઓના વેચાણના સમયે ખરીદનાર પાસેથી લેવામાં આવે છે તથા તેને આવકવેરા રિર્ટન ભરતી વખતે ખરીદનારની ટેક્સની રકમમાં એડજસ્ટ કરવામાં આવે છે. 

ટીસીએસથી કોઇ વધારે આવક પ્રાપ્ત થતી નથી પરંતુ તેનાથી આવકવેરા વિભાગને ઉચ્ચ મૂલ્યના ખર્ચની માહિતી મેળવવામાં મદદ મળે છે કારણકે ખરીદતી વખતે પાન નંબર આપવાનો હોય છે. 

દસ લાખ રૂપિયાથી વધુ કિંમતની લકઝરી વસ્તુઓ અને મોટર વાહન માટે ટીસીએસની જોગવાઇ ફાઇનાન્સ એક્ટ, 2024ના માધ્યમથી જુલાઇ, 2024ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. ટીસીએસ એકત્ર કરવાની જવાબદારી વેચનાર પર રહેશે. આ વૈભવી વસ્તુઓ જેવી કે કાંડા ઘડિયાળ, પેઇન્ટિંગ, મૂર્તિઓ, પ્રાચીન વસ્તુઓ, સિક્કા, ટિકિટ, હોડીઓ, હેલિકોપ્ટર, લક્ઝરી હેંડબેગ, સનગ્લાસ, શૂઝ, ઉચ્ચ કક્ષાના સ્પોર્ટસ વેર અને ઉપકરણો, હોમ થિયેટર સિસ્ટમ તથા રેસ કે પોલો માટે ઘોડાઓ પર લાગુ થશે.