યોગી આદિત્યનાથે કહ્યું કે મહારાણા પ્રતાપ અકબર કરતા મહાન હતા
- મહારાણા પ્રતાપે પોતાના સ્વાભિમાન માટે અકબર સાથે સમાધન કર્યુ ન હતુ
લખનૌ, તા.15 જૂન 2018 શુક્રવાર
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હવે મહારાણા પ્રતાપ અને અકબરની તુલના કરી છે. યોગીનું કહેવુ છે કે અકબર નહી પણ મહારાણા પ્રતાપ મહાન શાસક હતા.
તેમણે કહ્યું હતું કે અકબર એજ ઈચ્છતો હતો કે મહારાણા પ્રતાપ એક વાર તેની બાદશાહત સ્વીકાર કરી લે.એ સમયના કેટલાય લોકોએ સ્વાભિમાન બાજુ પર મુકીને અકબરની શરણાગતિ સ્વીકારી હતી પણ સ્વાભિમાની તેમજ સ્વધર્મને સૌથી વધારે મહત્વ આપનાર મહારાણા પ્રતાપે તે સમયે કહ્યું તું કે એક વિદેશી અને વિધર્મીને હું મારા જીવતા જીવ બાદશાહ તરીકે સ્વીકારી શકું નહી.
યોગી આદિત્યનાથે ગુરુવારે એક સમારોહમાં આ વાત કહેતા ઉમેર્યુ હતુ કે મહારાણાના વિચારો આજના સમયમાં પ્રાસંગિક છે.કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે હિન્દુ સમાજને અલગ અલગ જાતિઓમાં વિભાજીત કરવાની સાજીશ રચી રહ્યા છે. આવા લોકોને સત્ય સમજાવવાની જરૂર છે.