વિયર ડેમ પાસે નર્મદા નદીમાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
રાજપીપળા તા.6 માર્ચ 2020 શુક્રવાર
ગરુડેશ્વર પાસેના દત્ત મંદિર પાસે આવેલા વિયર ડેમ ખાતે નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલો યુવાન ઉંડા પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું છે ગરુડેશ્વર પોલીસે શોધખોળ કરતા અંતે અંકતેશ્વર પુલ પાસે નર્મદા નદીના પાણીમાંથી લાશ મળી આવી હતી.
મૃતક મનોજભાઈ નંદનભાઈ શર્મા પરમાર (હાલ રહે, વિરયડેમ કોલોની મુળ રહે,રહદારીદ પો. હરિહરપુરા, જી.ગઢવા ઝારખ઼ડ ) ગઈ કાલે સાંજે વિયર ડેમ પાસે આવેલી નર્મદા નદીમાં મચ્છી પકડવા ગયો હતા.અચાનક તેમનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.જેની તપાસ કરતા તેનો કોઈ પત્તો મળ્યો ના હતો .
આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. જેની બીજા માણસો દ્વારા નર્મદા નદીમાં તપાસ કરાવતા બપોરે અંકતેશ્વર પુલ પાસે નર્મદા નદીના પાણીમાંથી યુવકની લાશ મળી આવી હતી.