કાટકોઇ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
કેવડિયા કોલોની તા.3 માર્ચ 2020 મંગળવાર
તિલકવાડા તાલુકાના કાટકોઇ તથા જેતપુર ગામની વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત નિપજ્યુ હતું.
તિલકવાડા તાલુકાના કાટકોઇ તથા જેતપુર ગામની વચ્ચે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.જેમાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતા અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી અંબાલાલભાઈ બારીયા (રહે, રસુલપુરા) એ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધી છે.
ભાણાભાઈ બારીયા (રહે, કોયારી) દેવાલિયા ચાલતા આવી રહ્યો હતો .તે સમયે અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે પોતાનું વાહન હંકારી ભાણાભાઈને ટક્કર મારી ભાણાભાઈને ગંભીર ઇજા કરતા ઘટના સ્થળે ઉપર મોત નીપજ્યું હતું.જ્યારે વાહન ચાલક અકસ્માત કરીને નાસી જતાં તેની સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.