સોલિયા ગામ પાસે કારની ટક્કરે બે બાઈક સવાર ઘાયલ
- ફરાર કાર ચાલક સામે ગુનો દાખલ
દેડિયાપાડા તા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
દેડિયાપાડાના સોલિયા પાસે ટાટા મેજીક કારની ટક્કર વાગતાં બાઈક સવાર બે યુવાનને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પૈકીના કોલીવાડાના રહીશે ફરિયાદ નોંધાવતાં અકસ્માત સર્જી ભાગી ચૂટેલા કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કોલીવાડાને કુલદીપ કુમાર હિંમતભાઈ વસાવા ઉ.વ.21 રહે.કોલીવાડાની હીરો સ્પેન્ડર બાઈકને ટક્કર વાગતાં તેને જમણા પગે ઘુંટણ ઉપર અને જમણા ખભા ઉપર ઈજા થઈ હતી.
તેની પાછળ બેઠેલા સાજનભાઈ રમેશભાઈ વસાવાને જમણા પગે અને જાંઘ ઉપર ઈજા તેમના ઘુંટણથી નીચે ફ્રેકચર થયુ હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થતાં તેની સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.