સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મીની વેકેશનના પગલે દરરોજના 30 હજાર પ્રવાસીઓનો ધસારો
-પ્રવાસીઓની સંખ્યા વધતા વધુ આઠ ટિકિટ કાઉન્ટરો ઉભા કરાયાઃ 40 એસ.ટી. બસો મંગાવાઈ
રાજપીપળા તા.27 ડિસેમ્બર 2019 શુક્રવાર
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ધીરે ધીરે ગુજરાતનું મોટું પ્રવાસનધામ તરીકે વિકસી રહ્યં છે. નાતાલની 31 ડિસેમ્બર સુધીના મીની વેકેશનના પગલે રોજના સરેરાશ 28 થી ૩૦ હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓની સુવિધા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન ક્ષેત્ર ડેકેટેસ ગાર્ડન, વેલી ઓફ ફલાવર, એકતા નર્સરી ચિલ્ડન પાર્ક જેવા નવા આર્કષણોને હાલ મીની વેકેશનના પગલે પ્રવાસીઓ ઉમટી પડતા ટીકીટો માટે પડતી લાઈનોના પગલે નવા 8 જેટલાં કાઉન્ટરો ઊભા કરાયા છે.
પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વર્ષાની સાથે સ્ટે.ટુના એડમીનીસ્ટ્રેટે વધુ પ્રવાસીઓના પગલે ગુજરાત સરકારની 40 જેટલી એસ.ટી.ને મંગાવીને પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્ય છે. નર્મદા પોલીસ દ્વારા પ્રતિક નિયમન ઉપરાંત સ્ટેચ્યૂની આસપાસ ઉમંટતી ભીડના પગલે વધારાનો બંદોબસ્ત ગોઠવીને પ્રવાસીઓને પ્રવાસની અંત માણવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરી છે.