ગરૂડેશ્વનમાં કોમ્પ્લેક્સમાં મૂકેલા લોખંડના સળિયાની ચોરી
રાજપીપળા તા.11 જાન્યુઆરી 2020 શનિવાર
ગરૂડેશ્વર પાસે આવેલા નિર્માણાધિન કોમ્પલેક્સના કમ્પાઉન્ડમાંથી સવા લાખના લોખંડના સળીયાની ચોરી થવા પામી છે.
ગરૃડેશ્વર ખાતે નિર્માણાધિન એક કોમ્પલેક્સ ખાતે હાલ ઠંડીના માહોલમાં મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સો ટેમ્પો લઇ આ કોમ્પ્લેક્સના પટાંગણમાં મૂકેલા લોખંડના સળિયાની ચોરી કરી જતો તે અંગે ચોકીદારે ગરૃડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં ગરૃડેશ્વર પોલીસે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.