આમલી ગામે દેશી બંદુક અને દારૂગોળા સાથે એક શખ્સ ઝડપાયો
-શિકાર કરવાના હેતુથી બંદુક અને દારૂગોળો ખેતરમાં છુપાવી રાખવામાં આવ્યો હતો
રાજપીપળા તા.3 ફેબ્રુઆરી 2020 સાેમવાર
નાંદોદ તાલુકાના આમલી ગામે શિકાર કરવાના હેતુથી છુપાવી રાખેલી દેશી બંદુક અને તેના દારૂગોળા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શિકાર કરવાની દેશીબંદુક ખેતરમાં સંતાડી રાખી હોઇ આજે નર્મદા એલસીબી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાંદોદ તાલુકાના આમલી ગામે રહેતા મનીયાભાઇ શામળભાઇ વસાવા પાસે બંદુક હોવાની બાતમી મળતા નર્મદા એલસીબી પોલીસે આમલી ગામે પહોંચીને લીલાગમાણ વગામાં જંગલ વિસ્તારના ખેતરમાં તુવેર અને ડાંગરના કરાયેલા વાવેતર વચ્ચે છુપાવી રાખેલી બંદુક ઝડપી લીધી હતી. નર્મદા એલસીબી પોલીસે ખેતરમાંથી દેશીબંદુક તેમજ દારૃખાનુ 50 ગ્રામ સાથે આરોપી મનીયાભાઇને ઝડપી લઇ તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.