રાજપીપળા અને દેડિયાપાડાના ભરવાડ ચાલીમાં કોરોનાના કેસ
-કોરોનાના કુલ 98 દર્દીઓ પૈકી 88 સાજા થયા
રાજપીપળા તા.7 જુલાઇ 2020 મંગળવાર
નર્મદા જિલ્લામાં તા. 7 મી જુલાઇના રોજ સાંજે પાંચ કલાકે જાણકારી મળી હતી કે,કોરોના વાયરસના વધુ 2 પોઝિટીવ કેસો નોંધાયા છે.આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ 98 દરદીઓ પૈકી કુલ 88 દરદીઓ સાજા થતા તેમને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપળાની હોસ્પિટલ ખાતે કુલ 10 દરદીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસથી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ 61 સેમ્પલ પૈકી ૨ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેમાં, રાજપીપલા શહેરના, વડીયા શીવનગર સોસાયટી વિસ્તારના રહીશ 68 વર્ષ એક પુરૃષ અને દેડીયાપાડા તાલુકાના ભરવાડ ચાલીના રહીશ 39 વર્ષ એક પુરૂષનો સમાવેશ થાય છે.
આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-10 દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે 45 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલ્યા છે.