કવાંટ નગરમાં સવારે 7 થી 3 સુધી દુકાનો ખુલ્લી રહેશેઃવેપારી મહાજનનો નિર્ણય
-બપોરના ૩ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખનાર પાસેથી રૂ.500 નો દંડઃ
કવાંટ તા 11 જુલાઇ 2020 શનિવાર
કવાંટ નગરમાં કોરોના વાયરસ ના કેસને લઈ વેપારી મહાજન મંડળ દ્વારા સવાર ના 7 થી બપોર ના ૩ સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે નિર્ણય લેવાયો હતો.
કવાંટ તાલુકામાં વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈ ગતરોજ કવાંટ ગ્રામ પંચાયત માં વેપારી મહાજન મંડળના પ્રમુખ કવાંટના તમામ વેપારીઓને જાણ કરી મીટીંગ બોલાવી હતી.સર્વાનુમતે સવાર ના 7 થી બપોર ના 3 કલાક સુધી તમામ નાની મોટી દુકાનો ખુલ્લી રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો
જેનો અમલ તા.12/7/20 થી 31/7/20 સુધી રહેશે તેમજ દુકાનદારો એ ફરીજીયાત દુકાનોમાં સેનેટાઇઝર ,માસ્ક પહેરવું, તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સુચના આપી છે.તેમજ બપોર ના ૩ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખનાર પાસેથી રૂ.500 નો દંડ વસુલાશે. તેમજ બહારગામથી વેપાર કરવા માટે આવતા વેપારીઓને કવાંટ ગામમાં મનાઈ ફરમાવી છે .તેની જાણ આજરોજ લાઉડ સ્પીકર દ્વારા કવાંટ નગર સહિત તાલુકાના ની પ્રજાને કરી છે.
કવાંટ નગર સહિત તાલુકામાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ આવતા હજુ પણ લોકોમાં ગંભીરતા જોવા મળતી નથી.માસ્ક ફરજિયાત પહેરવાનું હોવા છતાં લોકો ધરાર તેની અવગણના કરતા જોવા મળી રહ્યા છે.તેમજ દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળે છે ,
રાત્રે ઓટલા પર ટોળા વળી બેસી ગપ્પા મારવા અને જાહેરનામાનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં લઈ સાવચેતી રૃપે પગલા લેવા માટે તેમજ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે બજારો બંધ કરવાનો નિર્ણય કવાંટ વેપારી મહાજન મંડળ દ્વારા લેવામાં આવ્યો છે.