કેવડિયામાં સરદાર જયંતીએ વિરોધ કરનાર 9 સામે ગુનો દાખલ કરાયો
રાજપીપળા તા.1 નવેમ્બર 2019 શુક્રવાર
સરદાર પ્રતિમાના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠે વડાપ્રધાને પ્રતિમાના પટાગણમાં રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી. અને એકતા દિવસની ઉજવણી કરી હતી તે સમયે કેવડિયા અને તેની આસપાસના ગામોના રોજગારી અને જમીનની સામે જમીન અને સ્થળાંતરના મુદ્દે ઘણા સમયથી હક્ક માટે લડાઈ લડતાં આ વિસ્તારના આદિવાસી નર્મદા તટે કાળા વાવટા ફરકાવી વિરોધ વ્યકત કર્યો હતો. તેઓ સાથે પોલીસને ઝપાઝપી થઈ હોવાની કુલ 10 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.
કેવડિયા કોલોનીના નર્મદા કિનારે 9 લોકોે ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ વિરૃધ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ વ્યકત કરી પોલીસને જોઈ લેવાની ધમકી આપી પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી પોલીસ સાથે ઝપાઝપીમાં ઉતરી ગાળાગાળી કરી હોવાની ફરિયાદ કેવડિયા પોલીસ મથકે એલ.સી.બી.એ નોંધાવતાં બનાવની તપાસ રાજપીપળા ડી.વાય.એસપી.ને આપવામાં આવી છે.
-પોલીસ સાથે ઝપાઝપી કરનારાઓના નામ
રાજપીપળા
સુદામશું સુદર્શન મિશ્રા, જયેશભાઈ લક્ષ્મણભાઈ , જીગ્નેશ શાંતિલાલ, ઈશ્વરભાઈ જગુભાઈ, નાનુભાઈ રાજુ, રતિલાલ બામણભાઈ, સચિન સનુભાઈ, જયોતિન્દ્ર શાંતિલાલ લખન મુસાફિર આ તમામ વિરૃધ્ધ પોલીસે ગુનો નોંધી તેમને અટકાયત કરી હતી.