રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસ પાસે જોખમી મકાનનો હિસ્સો તંત્ર દ્વારા તોડી પડાયો
-પાલિકા તંત્રના નિર્ણયને નગરજનોનો આવકાર
રાજપીપળા તા.5 ઓગષ્ટ 2019 સાેમવાર
રાજપીપળા શહેરએ રજવાડી નગરી છે. આજ પણ રાજા રજવાડા સમયના સંખ્યાબંધ મકાનો શહેરમાં જોવા મળી રહ્યા છે.શહેના જોખમી મકાન સંદર્ભે પાલિકા દ્વારા આવા મકાન માલિકોને જાણ કરાઇ છે .ગઇકાલેરાજપીપળા ખાતે જૂનીપોસ્ટ ઓફિસ ખાતે ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાઇ થતાં કોઇ જાનહાનિ થઇ ન હતી.પરંતુ આજે આ બંધ પડેલા મકાનને પાલિકા તંત્ર દ્વારા જાહેર હિત માટે પતરા સહિત જે હિસ્સો જોખમી હતો. તેને તોડી પાડયો છે.
પાલિકા દ્વારા આવા જોખમી મકાન ધરાવતાં મકાન માલિકોને જાણ કરાઇ છે અને જો આવા મકાન માલિકો જો સ્વેચ્છાએ જોખમી મકાનનો ભાગ તોડે નહીં તો પાલિકા તંત્ર દ્વારા નગરજનોના હિતમાં આવા જોખમી મકાનોના હિસ્સા તોડી પાડવામાં આવશે.નગરજનોના હિતમાં લીધેલા પાલિકાના નિર્ણયને નગરજનો આવકારી રહ્યા છે.