Narmada

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ, નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3.35 ઇંચ વરસાદ નોંધાયો. ડાંગ અને તાપી જિલ્લામાં પણ સારો વરસાદ થયો. હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ, નર્મદાના સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના કુલ 16 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે.

નર્મદા અને ડાંગ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો

ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. નર્મદાના સાગબારામાં છેલ્લા 24 કલાકમાં 3.35 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. ડાંગના સુબિરમાં 2.13 ઇંચ, આહવામાં 1.81 ઇંચ અને વઘઈમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 14 મિ.મી. અને સોનગઢમાં 11 મિ.મી અને નવસારીમાં 14 મિ.મી. વરસાદ નોંધાયો છે.

image.png

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (25મી જૂને પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.