Get The App

નર્મદા જિલ્લો કોરોના મુક્ત બન્યો, છેલ્લાં 12 દિવસથી કોરોનાનો પણ એક પણ નવો કેસ નોધાયો નથી

Updated: May 5th, 2020

GS TEAM

Google News
Google News
નર્મદા જિલ્લો કોરોના મુક્ત બન્યો, છેલ્લાં 12 દિવસથી કોરોનાનો પણ એક પણ નવો કેસ નોધાયો નથી 1 - image

 
રાજપીપળા તા.5 મે 2020 મંગળવાર

નર્મદા જિલ્લામાં 15 એપ્રિલે પહેલા બે કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા હતા. ત્યાર બાદમાં તા.16મીએ વધુ સાત કેસ આવ્યા હતા. 17મી એપ્રિલે વધુ બે કેસ આવ્યા બાદ જિલ્લામાં છેલ્લો કેસ તા.23  એપ્રિલે આવ્યો હતો. કુલ 12 કેસમાંથી બે કેસ ગોત્રી હોસ્પિટલ અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

બાકી કોરોના પોઝિટિવ કેસને રાજપીપલાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. વડોદરા, અંકલેશ્વર અને રાજપીપલાની હોસ્પિટલના તમામ 12 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવતાં નર્મદા જિલ્લામાં હાલ કોઈ કોરોના સંક્રમિત દર્દી નથી. 

નર્મદા જિલ્લામાં છેલ્લાં 12 દિવસની કોરોનાનો પણ એક પણ નવો કેસ નોધાયો નથી. આજે  ભદામ ગામની યુવતીનો રજા આપતાં નર્મદા જીલ્લામાં હવે એક પણ કોરોનાનો કેસ નથી અને તમામ 12  દર્દીઓએ કોરોનાને મહાત આપી સાજા થતાં તમામ દર્દિઓના પરીવારજનોમાં ખુશીની લહેર વ્યાપી છે આજે ભદામની યુવતીએ કોરોનાને મહાત આપતા ભદામ ગ્રામના ગ્રામજનો યુવતીનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું છે.

નર્મદા જીલ્લાના પાંચ તાલુકામાંતી નાંદોદ, ગરૃડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા તાલુકામાં કોરોનાના કેસ બન્યાં છે. એક માત્ર તિલકવાડા તાલુકામાં કોરોનાનો એકપણ કેસના નોધાતાં તિલકવાડા તાલુકાની જનજાગૃતિ રંગ લાવી છે. નર્મદા જીલ્લામાં છેલ્લાં 12 દિવસથી કોરોનાનો એક પણ કેસ નવો ના નોધાતાં હાલ નર્મદા જિલ્લો ઓરેન્જ જિલ્લામાં છે. 21  દિવસ બાદ નર્મદા જીલ્લામાં નવો કેસ ના નોધાય તો નર્મદા જીલ્લો ગ્રીન ઝોનમાં પરીવર્તિત થાય નર્મદા જીલ્લામાં કોરોના 12 દર્દીઓએ મહાત આપતાં આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી અને નર્મદા જીલ્લા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

-નર્મદા જિલ્લામાં કોરોનાથી એક પણ મોત નહીં

રાજપીપળા 

નર્મદા જિલ્લામાં આજે કોરોના મુક્ત થતા જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. નર્મદા જિલ્લામાં  સૌ પ્રથમ બે કેસ 15-4-2૦ના રોજ નોંધાયા હતા. જ્યારે તા.16-4-20ના રોજ સાગમટે ૭ કેસ કોરોનાના નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અને તા.17-4-20ના રોજ બીજા બે કેસ નોંધાતા જીલ્લામાં  11  કેસ બનતા જ લોકો ભયભીત બની ગયા હતા. ત્યારબાદ પાંચ દિવસ બાદ તા.23-4-20ના રોજ ભદામની યુવતીને કોરોનો પોઝીટીવ આવતાં જિલ્લામાં કુલ 12૨ કેસ નોંધવા પામ્યા  24-4-20ની આજ દિન-12 દિવસ સુધી એકપણ નવો કેસ નોંધાયો ન હતા. 

-સાજા થયેલા દર્દીઓની યાદી 

(1) કિરણ બાબર (ઉં-26, ગરુડેશ્વર, ખડગડા)

(2) ડો. અનુરાધા ચેલાની( ઉ.24, રાજપીપલા,સસોદરા પીએચસી તબીબ) 

(૩) મેઘના ગુરુદત્ત દવે (ઉં- 29, રાજપીપળા)

(4) મહેન્દ્રસિંહ સત્યનારાયણ સિંહ રાઉલજી (ઉં-48, રાજપીપળા)

(5) સતીશભાઈ મંગાભાઈ વસાવા (ઉં-39,કુંવરપરા)

(6) રંજનબેન દેવેન્દ્રભાઈ તડવી (ઉં-58, કોલીવાડ, રાજપીપળા),

(7) જેઠીયા મૂજાભાઈ વસાવા (ઉં-35, ભાયડી),

(8) શકુંતલાબેન નારસિંગ વસાવા (ઉ. 30, ભૂતબેડા),

(9) એહમદ અબ્બાસ મલેક (ઉં-60, સેલંબા,સાગબારા)

(10) ડો. ફાલ્ગુની રઘુભાઈ ગાવીત (ઉ.38ડેડીયાપાડા,તબીબ, સીએચસી)

પોઝિટિવ આવતા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં રીફર,૨૫/૪/૨૦નાં રોજ રજા અપાઈ હતી.

 (11) સવિતાબેન નટવરભાઈ તડવી( ઉં-60, ડુમખલ )ને 

વડોદરાની ગોત્રી હોસ્પિટલ સારવાર હેઠળ હતા. આ દર્દીને તા.4 એપ્રિલના રોજ રજા આપવમાં આવી હતી 

(12) સ્નેહાબેન મહેન્દ્ર પટેલ, (ઉ.24, ભદામ, તા.નાંદોદ) 

છેલ્લો કોરના પોઝિટિવ દર્દીને ને તા.5 .4 ના રોજ રજા આપતા જ નર્મદા જીલ્લો કોરોના સંક્રમિતથી મુક્ત બની ગયો છે  

Tags :