નર્મદા જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન
-ખાતર લેવા મહિલાઓ પણ મોટી લાઈનો લાગી
રાજપીપળા તા.10 જુલાઇ 2020 શુક્રવાર
નર્મદા જિલ્લોના ખેડૂતોએ હાલ ચોમાસાની શરૃઆતમાં ખેડૂતો વાવણી કરી વાવેતર કરી દીધું છે.ખેતરમાં ઉગેલા પાકની વૃદ્ધિ માટે ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જરૃર છે.
હાલ નર્મદા જિલ્લાના માર્કેટમાં યુરિયા ખાતરની મોટી અછત છે. ખેડૂતોનો મહામુલો પાકને બચાવવા ખાતર લેવા લોકો પડાપડી ખેડૂતો કરી રહ્યા છે.સરકારી ડેપોની બહાર લાંબી કતારો સવારથી લાઈનમાં લાગી ગઈ હતી.અને ખાતર લેવા મોટી સંખ્યામાં મહિલાઓ સવારથી લાઈનોમાં ઉભા રહી ખાતર ક્યારે મળે જેની રાહ જોતી લાઈનમાં ઉભી રહી જોકે આ લાઈનોમાં હાલ કોરોના મહામારી માં સોસીયલ ડિસ્ટનસિંગ ના ધજાગડા ઉડી રહ્યા હોઈ તેમ સેંકડો લોકો એકબીજા સાથે ઉભા રહી કોરોનાને નોતણું આપીરહ્યા છે.
આ મામલે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ મુક પ્રેસક બની તમસો જોઈ રહ્યું છે.જ્યારે ખાનગી વેપારીઓને નર્મદા યુરિયા નિમકોટેડ સરકાર આપતી નથી. કાળા બજારના થાય એ માટે સરકારી ડેપોમાં જ આપે છે.એમ છતાં ખાનગી વેપારીઓ અન્ય કંપનીના ખતરો વેચે છે.
આ સરકારી કંપની ખાનગી વેપારીઓને યુરિયા સાથે અન્ય ખાતરો ડમપિંગ કરે છે.માટે સરકારી અને ખાનગી કોઈપણ સંસ્થામાં યુરિયા નિમકોટેડ ખાતર એકજ ભાવમાં મળતી હોય કાળા બજાર ને અવકાશ નથી.પણ સરકાર ઉલટાની સહકારી સરકારી ડેપોમાં યુરિયા આપે છે એમાં વધુ કાળાબજાર થાય છે. તો સરકારે બધાને ખાતર આપવું જોઈ. તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે