નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 16 કેસ નોંધાયા
રાજપીપળા તા.30 જુલાઇ 2020 ગુરૂવાર
નર્મદા જિલ્લામાં તા.૩૦ ના રોજ સાંજે 5ઃ30 કલાકે મળેલી માહિતી મુજબ જે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ 15 અને ટ્ નેટ (True nat) ટેસ્ટમાં 1 દરદી સહિત કુલ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 263 ,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 96 અને ટ્ નેટ (True nat) ટેસ્ટમાં 16 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 375 નોંધાવા પામી છે.
રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 8 દરદીઓને આજે રજા અપાતા જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 159 દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 107 દરદીઓ સહિત કુલ 266 દરદીઓને રજા આપી છે.
આમ, વડોદરા ખાતે રીફર 12 દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર 2 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે પંચાવન દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે 40 દરદીઓ સહિત કુલ 109 દરદીઓ સારવાર હેઠળ છે.આજે RTPCR ટેસ્ટમાં 309,ટ્ નેટ (True nat) ટેસ્ટના 10 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના 45 સહિત કુલ 364 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.