Get The App

પોઇચા ચોકડીએ ચાર લૂંટારાઓએ ટ્રક ડ્રાઇવરને લૂંટી લેતાં ફરિયાદ

-ટ્રક ઉભી રાખી ટાયર ચેક કરવા ગયેલા ચાલકને ચાર લૂંટારા ઘેરી વળ્યા

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News
પોઇચા ચોકડીએ ચાર લૂંટારાઓએ ટ્રક ડ્રાઇવરને લૂંટી લેતાં ફરિયાદ 1 - image

રાજપીપળા તા.22 ડિસેમ્બર 2019 રવીવાર

રાજપીપળા નજીક પોઇચા ચાર રસ્તા પાસે ચાર લબરમૂછીયા લુંટારાઓએ ટ્રકના ડ્રાઇવરને લુંટી લેતાં મોડેથી રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ છે.

અમદાવાદથી પેપર મશીન ભરીને છત્તીસગઢ જતો ટ્રકનો ચાલક દલબીરસિંહ પાનેસર (મૂળ રહે. અમૃતસર) રાજપીપળા નજીક પોઇચા ચાર રસ્તા પાસે મોડીરાત્રે ટ્રક ઉભી રાખીને પોતાના મોબાઇલની બેટરી વડે ટાયર ચેક કરતો હતો તે સમયે 19 થી 21 વર્ષીય ચાર લૂંટારાએ આવી પૈસા દે દે વરના માર ખાના પડેલાં એમ કહીને બે લુંટારાએ ચાલક દલબીરસિંહને પકડી રાખ્યો હતો.

ચાર લૂંટારાથી ડરી ગયેલ ટ્રક ચાલકે રોકડા રકમ, મોબાઇલ મળી કુલ દશહજાર નો મુદ્દામાલ આપી દેતાં ચારેય લબર મુછીયા લૂંટારા ભાગી છૂટયા હતાં. બનાવ બાદ ટ્રક ચાલકને સમયસર ટ્રકમાં ભરેલા માલની ડીલીવરી આપવાની હોઇ બનાવના ત્રીજા દિવસે ડ્રાઇવરે ચાર અજાણ્યા લુંટારા વિરૂધ્ધ  લુંટની ફરીયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :