Get The App

નર્મદા શુગરની ફેકટરીના ગોડાઉનમાં 5.50 લાખ ક્વિન્ટલ ખાંડનો ભરાવો

-લગ્નસરા, ઠંડાપીણા અને આઇસ્ક્રીમ જેવી ચીજવસ્તુ બંધ હોવાથી ખાંડની માંગમાં ઘડાડો નોંધાયો

Updated: May 9th, 2020

GS TEAM

Google News
Google News
નર્મદા શુગરની ફેકટરીના ગોડાઉનમાં 5.50  લાખ ક્વિન્ટલ ખાંડનો ભરાવો 1 - image

રાજપીપળા તા.9 મે 2020 શનિવાર

સમગ્ર રાજ્યમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં શુગર ફેકટરીઓ આવેલી છે. કોરોના મહામારી અને લોકડાઉનની સીધી અસર ખાંડ ઉદ્યોગ ઉપર પડી છે. 

રાજપીપળા નજીક આવેલી નર્મદા શુગર ફેકટરી ખાતે 7.5 લાખ  ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન ચાલુ સિઝનમાં થયુ છે. 

હાલ લગ્નગાળો અને ઠંડાપીણા અને ટ્રાન્સપોર્ટ સેવાના પગલે નર્મદા  ખાંડ ફેકટરી ખાતે આજે પણ  હાલ શુગર ફેકટરીના ગોડાઉનમાં 5.50 લાખ ક્વિન્ટલ ખાંડની ગુણો પડી રહી છે. 

જો કે તેની અસર ખેડૂતો ઉપર  વહીવટકર્તાઓએ પડવા દીધી નથી અને શુગર ફેકટરી છે. 

ખેડૂતોને શેરડીનો પહેલો હપ્તો ૩૦ એપ્રિલ ચુકવી દેવામાં આવનાર છે. જો કે ખેડૂતોને એડવાન્સ પૈસા જોઇતા હોય તો પણ શુગર ફેકટરી ચુકવી રહી છે. 12 હજાર સભાસદો ધરાવતી ફેકટરી અને લોકડાઉનની અસર ખાંડ ઉદ્યોગને પડી રહી છે.  

Tags :