Gujarat

લોકડાઉનને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બુકિંગ કરનારને પાંચ લાખ રિફંડ પરત કરાયા

By GS Team
4 Apr 20201 min read
This article was originally published on 4 Apr 2020
લોકડાઉનને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બુકિંગ કરનારને પાંચ લાખ રિફંડ પરત કરાયા

 કેવડિયા કોલોની તા.4 એપ્રિલ 2020 શનિવાર

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે વર્ષે ૪૦ લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવે છે.  હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોક ડાઉનના કારણે પ્રવાસીઓ માટે બંધ છે. સરદાર પટેલની પ્રતિમા જાણે સ્વયંભૂ હોમ  ક્વોરોન્ટાઇન થઈ ગઈ હોય તેવું લાગે છે. 

હાલમાં  સ્ટેચ્યૂ  ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. પરંતુ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંચાલકો માટે સિક્યુરિટીના માણસો આવે છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડેપ્યુટી કમિશનર    જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓને તેમના ટિકિટનાં નાણાં પરત કર્યા છે.

અત્યાર સુધીમાં અંદાજીત પાંચ લાખ રૃપિયા  રકમ પરત કરી છે.  હાલમાં જ  સ્ટેચ્યૂ  ઓફ યુનિટી અને પ્રવાસન સ્થળો છે. જેની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ હોય છે. તેમને પણ પગાર થી લઈને અન્ય જરૃરિયાત મળી રહે તેનું અમે આયોજન કર્યું છે . હાલ તમામ  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટો બંધ રાખી રહેતા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.