નર્મદાના નીરના ભરોસે ના રહેતા...!! સરકારના મંત્રીએ જ જળસંકટ હોવાનું સ્વીકાર્યું, ખેડૂતોને ચેતવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav-Tharad Water Crisis: રાજ્ય સરકારના જવાબદાર મંત્રી જ જાહેરમાં આવીને કહી દે કે ‘પાણી આપી શકાય તેમ નથી’, ત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં આગામી ઉનાળામાં સર્જાનારા ભયાનક પાણી સંકટ પર ખુદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે મહોર મારી દીધી છે અને ખેડૂતોને અત્યારથી જ સાવધ કરી દીધા છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને સલાહ આપી કે, એવા જ પાક વાવજો જે ઓછા પાણીમાં થઈ શકે
સામાન્ય રીતે ચૂંટણીઓ કે જાહેરસભાઓમાં પાણીના મોટા-મોટા વાયદાઓ થતા હોય છે, પરંતુ આ વખતે વાસ્તવિકતા કડવી છે. એક સમાંરોહમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વીકાર્યું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી.
સરકાર સક્ષમ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે, તેથી ખેડૂતોએ પોતાની વ્યૂહનીતિ જાતે જ બદલવી પડશે. હવે વાવ-થરાદના જગતના તાત ચિંતામાં મુકાયા છે. ખેડૂતો હવે વધુ પાણી પીતા પાકો ઉગાડવાનું જોખમ લઈ શકશે. નહીં. મંત્રી એ ખેડૂતોને ચેતવ્યા કે, આ વર્ષે માત્ર એવા જ પાક વાવજો જે ઓછા પાણીમાં ઊતરી શકે, નહિતર પાક સુકાઈ જશે.જો ખેડૂતો સરકારના ભરોસે રહીને વધુ પાણીવાળા પાકોનું વાવેતર કરશે, તો ઉનાળામાં સિંચાઈ વગર મોઢે આવેલો કોળિયોછીનવાઈ જશે તે નક્કી છે.




