રાજપીપળામાં રોષે ભરાયેલી મહિલાઓનો રોડ ઉપર ચક્કાજામ
રાજપીપળા તા.18 ઓક્ટાેબર 2019 શુક્રવાર
રજવાડી રાજવંત પેલેસ નજીક ચોમાસામાં બની ગયેલા ઉબડ ખાબડ છત્રવિલાસ રસ્તાની મરામત માટે અનેક રજુઆતો છતાં પાલિકા તંત્રે રોડ સરખો નહીં બનાવ્યો. અનેત અકસ્માત થઇ રહ્યા છે. કેટલાય લોકો ખાડામાં પડી ગયા છે. આ રસ્તા ઉપરથી બસો પણ બેફામ દોડી રહી છે ત્યારે રોડ રીપેરીંગ અને બસોના રૂટ બાબતે આ વિસ્તારની મહિલાઓએ રણચંડી બની રસ્તા ઉપર ઉતરી પડી ચક્કાજામ કરી દીધો હતો.
આજે મહિલાઓએ રોડ પર આડશો મુકી રસ્તો બંધ કરી દઇ ચક્કાજામ કી દીધો હતો. આ વિસ્તારના લોકોની માંગણી છે કે આ તુટી ગયેલા રોડ પર પાલિકા માત્ર માટી નાંખી છે. આ વિસ્તારમાંથી મોટા વાહનો પસાર થતા રોડ ઉપરની ધુળ ઉડીને લોકોના ઘરોમાં ભરાઇ રહી છે. આ રોડ સત્વર સરખો બનાવાય તેવી માંગણી રહી છે. રોજ લોકો પરેશાન થઇ રહ્યા છે. પાલિકા તંત્રમાં ચુંટાયેલા પ્રતિનિધિઓએ આ મામલે ચુપકિદી સેવી છે ત્યારે આ મામલે સત્વર જો નિર્ણય નહીં કરવામાં આવે તો આ વિસ્તારના લોકોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
-છત્ર વિલાસ રોડ પ્રશ્ને ચક્કાજામનો બે કલાકે અંત
રાજપીપળા
રાજપીપળાના છત્રવિલાસ રોડ પ્રશ્ને મહિલાઓનો ચક્કજામ સતત બે કલાક સુધી અમલમાં રહ્યો હતો. રાજપીપળા પોલીસે બનાવના સ્થળે પહોંચીને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. પણ આંદોલન કરતાં લોકો મક્કમ રહેતાં રાજપીપળા પોલીસે મધ્યસ્થી બની રાજપીપળા પાલીકાના ચીફ ઓફિસરને સ્થળ પર બોલાવ્યા હતા.
પ્રજો ઊગ્ર રજૂઆતો કરતાં ચીફ ઓફિસરે આગામી ચાર દિવસમાં રસ્તો રીપેરીંગથી ખાતરી આપતાં મામલો થાળે પડયો પડયો હતો. સ્થાનિક પ્રજાજનોએ ચાર દિવસમાં રોડ નહી બને તો પુનઃ આંદોલન શરૃ કરવા ચીમકી ઉચ્ચારી હતી.