દેડિયાપાડાના કાલ્બી ફાટકે ખાતર ભરેલી ટ્રકે પલટી ખાતાં ચક્કાજામ
-ટ્રકે વૃક્ષ તોડી પાડતાં કાઝરપાડાનો રસ્તો બંધ થઇ ગયો
દેડિયાપાડા તા.13 ડિસેમ્બર 2019 શુક્રવાર
દેડિયાપાડા તાલુકાના કાલ્બી ફાટક પાસે હાઇવે પર ખાતર ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં ખાતરની માર્ગ પર રેલમ-છેલ થઇ ગઇ હતી. કાકરપાડા વિસ્તારના માર્ગ પર ચક્કાજામ થઇ ગયો હતો.
ટ્રક આણંદથી ખાતરની ગુણો ભરીને નિઝર તરફ જઇ રહી હતી ત્યારે અચાનક તે પલ્ટી ખાઇ ગઇ પણ કોઇ જાનહાની થઇ નથી. ટ્રકને નુકશાન થયું હતું. આ ટ્રકે પલટી ખાવાથી કાકરપાડાના રસ્તે વૃક્ષ તૂટી પડવાના કારણે રસ્તો બંધ થઇ ગયો હતો અને એ વિસ્તારના લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.