ખલવાણી ખાતે રિવર રાફટીંગમાં સૂચનાના નામે મીડું
કેવડીયા કોલોની તા.22 નવેમ્બર 2019 શુક્રવાર
સ્ટેચ્યુ ઓફ યુનીટી તેને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સ્ટેચ્યુ વિસ્તારમાં અવનવા 40 જેટલા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. તેમાં મોટાભાગનાં પ્રોેજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લાં મુકયા છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી આખા વિશ્વમાં પ્રવાસનનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાંનો એક પ્રોજેક્ટ જે ખલવાણી ઇકો ટુરીઝમ એ પ્રવાસનને આકર્ષે છે. પશ્ચિમ ભારતની રીવર રાફટીંગ સુવિધા ઉત્તરાખંડનાં નિષ્ણાંતોની મદદથી શરૃ કરી છે. બલવાણી ખાતે બારેમાસ 600 કયુસેક જેટલું પાણી વહે છે.
આ રાફટીંગ કરતી વખતે નાનાં મોટા વળાંકોની લીધે પ્રવાસીઓને મઝા પડી શકે છે. વિશ્વભરમાં સાહસ પ્રવાસનમાં રીવર રાફ્ટીંગ ખૂબ જ લોકપ્રિય છે.
આ જગ્યાએ રીવર રાફટીંગ માટે એક હજારની ટીકીટ આપવામાં આવે છે. અને સાતથી દશ કીમીની મુસાફરી થાય છે. બલવાણીથી વાઘડીયા (સૂર્યકુંડ) સુધીની મઝાતો માણી શકાય પરંતુ આ બોટમાં કોઇ પ્રકારની સેફ્ટી કે સુરક્ષાનાં ઉપકરણો નથી. બોટ પલટી મારે તો તેનામાં બેસેલા પ્રવાસીઓ માટે પણ કોઇ સુરક્ષા નથી. બોટમાં ફક્ત એક દોરડું જ છે.
હવે એક હજારની ટીકીટમાં પ્રવાસીઓને જીવનું જોખમ કેટલું? આટલી મોંઘી ટીકીટ હોય તો તંત્ર દ્વારા સુરક્ષાનાં સાધનો છે કે કેમ?તેની ચકાસણી તો કરવી જોઇએ? આ જગ્યાએ નર્મદાબંધનાં તળાવ નં.૩ માંથી ગોલબોલે ગેટરમાંથી આ પાણી વહી રહ્યું છે. આ તળાવમાં 200 થી 300 જેટલાં મગરોનો વસવાટ છે.
રીવર રાફટીંગની જગ્યાએ પાણીમાં મગર આવી પણ જાય છે. તો તે અટકાવવા માટે પણ કોઇ જાતની જાળી લગાડેલ નથી બોટને સૂર્યકુંડ પાસેથી પણ ખુલ્લી જીપોમાં મુકી પાછી બલવાણી લવાય છે. એટલે કે કોઇ પણ જાતની સુરક્ષા રીવર રાફટીંગમાં નથી. સુરક્ષા વગરનાં આ રીવર રાફ્ટીંગમાં પ્રવાસીઓનું જીવનું જોખમ વધી ગયું છે.