બીવીજી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના સ્ટેચ્યૂ ઓફ યુનિટિના સફાઈ કામદારોને અચાનક છૂટા કરી દેવાતા હોબાળો
-રાતોરાત બેરોજગાર બનેલા સફાઈ કામદારોમાં રોષઃ ફરી કામ ઉપર લેવા માંગ
કેવડિયા કોલોની તા.3 જાન્યુઆરી 2020 શુક્રવાર
નમદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને કેવડિયા વિસ્તાર માં BVG કોન્ટ્રાક્ટ માં કામ કરતા સફાઈ કામદારોને અચાનક કોઈ પણ જાણકારી આપ્યા વિના છૂટા કરી દેવાતા સફાઈ કામદારો માં રોષની લાગણી ફેલાઇ છે.
કેવડિયા ખાતે આવેલી વિશ્વ ની સૌથીઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટ પાર અવાર નવાર કોઈને કોઈ બાબતે વાદવિવાદના વમળો સજાયા કરે છ.સ્ટેચ્યુ ઓફ યુનિટીમા કામ કરનારા લોકોને અવાર નવાર છુટા કરવાના બનાવો તો છાશવારે સજાયેલા જ રહે છે .સરકાર એક તરફ રોજગાર પુરી પાડવાની વાતો કરે છે .
બીજી તરફ અહી તો રોજગારી પુરી પાડવાની જગ્યાએ કઈ અલગ થઈ રહ્યું છ.ે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે bvg કંપનીના સફાઈ કામદારોને ત્રણ મહિનાની કામગીરી બાદ અચાનક જ જાણ કયા વિના છૂટા કરી દેવાતા આ કમચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે .
છુટા કરાયે તેમને જણાવ્યું હતું કે અમને આજે સવારે અમે રાબેતા મુજબ કામ પર ગયા હતા પરંતુ કામ પર લાગતા પહેલા અમોને સુપર વાયઝરે જણાવ્યું હતું કે તમોને નોકરી પર થી છુટા કરવામાં આવ્યા છે તમારે નોકરી પર આવુ નહિ તેમ કહી અચાનક નોકરીએથી છુટા કરતા તેઓમા આક્રોશ જોવા મળી રહ્યો છે
તમામ કર્મચારીઓ 20 -10 -2019 ના રોજથી bvg માં કામે લાગ્યા હતા તેમને આજ દિન સુધી ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં પણ આવ્યો નથી. સફાઈ કર્મચારીઓ ઓફિસે જઈને સાઈડ સુપરવાઇઝર તેમજ bvg ના લાગતા વળગતા અધિકારીઓને પગાર વિશે રજૂઆત કરી હતી .
અધિકારી કેહતા કે 20 તારીખ સુધી મા તમારો પગાર. ચુકવાઈ જશે પરંતુ આજે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં કંપનીના અધિકારીઓ પગાર બાબતે કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા અને અમને આજે કોઈ પણ જાણકયા વિના અમને છૂટા કરી દેવામાં આવ્યા છે .
સમ્રગ બાબતને લઈ સફાઈ કામદારોમા રોષની લાગણી જોવા મળી રહી છે. આ છુટા કરાયેલા સફાઈ કામદારોનીકહેવું છે કે તેઓને નોકરી પરથી છુટા કરી દેવાતા તેઓ બેરોજગાર બન્યા છે. તેઓને છુટા કરાયેલી જગ્યા પર ફરીથી કામ પર લેવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.એક તરફ પગાર નહીં અને બીજી બાજુ બેરોજગાર બન્યા છે.