દેડિયાપાડામાં બે સ્થળેથી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો
દેડિયાપાડામાં બે સ્થળેથી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો
દેડિયાપાડા તા.26 ડિસેમ્બર 2019 ગુરૂવાર
દેડિયાપાડામાં થાણા ફળિયામાં રહેતા અશોકભાઈ વસાવાના ઘરેથી દારૂના કવાટરીયા નંગ-13 અને દેશીદારૂ પંદર લીટર કિંમત રૃા.૩૦૦ કુલ રૂ.16૦૦નો મુદ્દામાલ પોલીસે પકડી લીધો હતો.
દેડિયાપાડા પોલીસે ફરિયાદ નોંધી અશોકભાઈ વસાવા વિરૃધ્ધ ગુન્હો દાખલ કરી આરોપીની અટકાયત કરી હતી. દેડિયાપાડા નવીનગરીમાં સતિષભાઈ દિનેશભાઈ વસાવાના ઘરેથી દારૃના હોલ નંગ-10 ,4૦૦૦ અને દારૂના કવાર્ટરીયા નગ-૨૬ કિંમત રૂ.26૦૦ મળી કુલ રૂ.66 ૦૦નો મુદ્દામાલ પકડી લીધો હતો.
દેડિયાપાડા પોલીસે ફરિયાદ નોંધી સતીષ વસાવા વિરૃધ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આરોપી ફરાર થઈ ગયો છે. પોમલાપાડા ગામે દેડિયાપાડા પોલીસે રેડ પાડતા મંગાભાઈ વસાવાના ઘરેથી કુલ રૂ.18૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.