Gujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 13 માસમાં 31 લાખ પ્રવાસીઓ પાસેથી 86 કરોડ રૂપિયાની આવક

By GS Team
6 Dec 20191 min read
This article was originally published on 6 Dec 2019
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 13 માસમાં 31 લાખ પ્રવાસીઓ પાસેથી 86  કરોડ રૂપિયાની આવક

રાજપીપળા તા.6 ડિસેમ્બર 2019 શુક્રવાર 

વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાની છેલ્લા 13 માસમાં 30,90,723 પ્રવાસીઓને મુલાકાત લીધી છે. અને આજે સરદાર પ્રતિમાના પ્રવાસીઓની સંખ્યામાં અધધ 74 ટકા વધારો થયો છે. 

હાલ સરદાર પ્રતિમા ખાતે દૈનિક સરેરાશ ૧૫૦૩૬ પ્રવાસીઓ મુલાકાત લે છે તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સરેરાશ 10,000 પ્રવાસીઓ મુલાકાત લે છે. સરદાર પ્રતિમાની મુલાકાતે એક વર્ષમાં પ્રતિદિન ૮૬૫૩ પ્રવાસી આવતાં હતા પરંતુ ગ્લો ગાર્ડન, ન્યુટ્રીસન પાર્ક, નૌકા વિહાર, રીવર રીફટીંગ વગેરે આકર્ષણ વધતાં નવેમ્બરમાં પ્રતિદિન-15036 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

જ્યારે સરદાર પ્રતિમાની લોકાર્પણ બાદ 13 માસમાં કુલ 30,90,723 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેની સામે સરદાર પટેલ એકતા ટ્રસ્ટને રૂ.85.57 કરોડની આવક થઇ છે.