ગરૂડેશ્વરની શાળાઓના 1932 છાત્રોને પ્રતિમાં પરિસરની મુલાકતે લઇ જવાયા
-નર્મદા નિગમ અને વન વિભાગે સરદાર પ્રતિમાં ,સરદાર બંધ,ચિલ્ડ્રન પાર્કની વિનામૂલ્ય પ્રવાસ કરાવાયો
રાજપીપળા તા.2 ડિસેમ્બર 2019 સાેમવાર
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં 1993 છાત્રોને તાજેતરમાં કેવડિયા કોલોની ખાતે સરાદર સરોવર પ્રતિમાં અને તેના પરિવારના વિવિધ પ્રોજેક્ટનો નિઃશુલ્ક પ્રાવર કરાવાયા ેહતો. આદિવાસી છાત્રોમાં તેથી આનંદની લાગણી ફેલાઇ હતી.
ત્રણ દિવસના પ્રાવસ દરમિયાન નિયત કાર્યક્રમ મુજબ તેમને લઇ જવાયા હતા. ચિલ્ડ્રન પાર્કમાં જોયટ્રેનનો પ્રવાસ કરાવાયા હતો અને ઋતુ પ્રમાણે ફળ ફળાદિ અને શાકભાજીનો ઉપયોગ ,દૂધના ફાયદા,દહીં ,પનીર,છાશ માખણે વગેરેના લાભ,અન્નપૂર્ણા સ્ટેશને ઘરના ભોજનનું મહત્વ સમજાવી તેને લગતી રમતો રમડાઇ હતી.જળનું મહત્વ અને સૂકામેવાનું ભોજનમાં મહત્વ સમજાવાયુ હતુ.
સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાનો ખયાલ રાખવો વગેરે બાબતો સમજાવાઇ હતી.તેમને વિવિાૃધ રમતોની વર્ચુઅલ અનુભુતિ કરી હતી. તેમને સરદાર પટેલના વ્યક્તિત્વ અને જીવનકાર્ય વગેરેની જાણી હતી અને દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી.