Get The App

ઝેપ્ટોના ગોડાઉનમાં ફૂગ, પારાવાર ગંદકી જોવા મળતાં લાયસન્સ સસ્પેન્ડ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
ઝેપ્ટોના ગોડાઉનમાં ફૂગ, પારાવાર ગંદકી જોવા મળતાં લાયસન્સ સસ્પેન્ડ 1 - image


મુંબઈના ધારાવીના ગોડાઉન પર એફડીએનો દરોડો

એક્સપાયરી ડેટવાળી ચીજોનો સંગ્રહઃ કીચડ, ગંદા પાણી અને ધૂળ હોય ત્યાં જ ખાદ્યચીજો મૂકાઈ હતીઃ કોલ્ડ સ્ટોરેજમાં યોગ્ય ટેમ્પરેચર જ નહીં

મુંબઈ: મુંબઈમાં ઝેપ્ટો બ્રાન્ડનાં  ધારાવી   સ્ટોરેજ એકમ ખાતે પારાવાર ગંદકી, ફૂગ ચઢી ગઈ હોય તેવી ખાદ્યચીજો તથા એક્સપાયરી  ડેટ ધરાવતી ખાદ્ય ચીજોના સંગ્રહ સહિતની અન્ન સુરક્ષા સંબંધિત   સંખ્યાબંધ ગેરરીતીઓ સામે આવતાં મહારાષ્ટ્ર  ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઝેપ્ટોનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે.  એફડીએ દ્વારા દરોડામાં આ સ્ટોરેજ ફેસિલિટી ખાતે ચોખ્ખાઈ તથા સેફ હેન્ડલિંગને લગતાં ધારાધોરણોનો  ભંગ થતો હોવાનું જણાતાં આ પગલું ભરાયું હતું. 

કિરાણા કાર્ટ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ એવું નામ ધરાવતી કંપની ઝેપ્ટો બ્રાન્ડનેમથી ક્વિક કોમર્સ બિઝનેસનું સંચાલન કરે છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાનાં રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમ તરફથી મળેલી માહિતીના આધારે એફડીએની ટીમે ઝેપ્ટોની ધારાવી ફેસિલિટી ખાતે દરોડો પાડયો હતો. 

આ ફેસિલિટી ખાતે પારાવાર ગંદકી  અને અન્ન સુરક્ષા બાબતે ચેડાં જોવા મળ્યાં હતાં. ગોડાઉનમાં રખાયેલા અનેક ખાદ્યપદાર્થો પર ફુગી ચડી ગઈ હતી.ખાવાપીવાની કેટલીય ચીજો ગંદા પાણી નજીક સ્ટોર કરાઈ હતી. કોલ્ડ સ્ટોરેજનું તાપમાન જળવાયું ન હતું આથી આ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયેલી ચીજો ખાવા  માટે કેટલી સુરક્ષિત રહી હશે તેવી શંકા સર્જાઈ હતી. આ ઉપરાંત  ફુડ આઈટમ્સ સીધે સીધી  ભારે ધૂળ અને સ્ટાફની અવરજવરના કારણે બહારનો કીચડ ચોંટયો હોય તેવા ફલોર પર જ સીધેસીધી આમતેમ વેર વિખેર પડી હતી આ ઉપરાંત એક્સપાયરી ડેટસ વીતી ગઈ હોય એવી ફુડ પ્રોડકટસને નોન- એક્સપાયર્ડ સ્ટોકસથી અલગ પણ રાખવામાં આવી ન હતી. 

મહારાષ્ટ્ર એફડીએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એમ જણાવાયું હતું કે 'અમારી તપાસમાં કંપની દ્વારા લાઈસંસની શરતોના પાલનમાં ઘોર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. એથી આસિસ્ટંટ કમિશનર (ફુડ) અનુપમા બાળાસાહેબ પાટિલે હેઠળ કંપનીનું લાઈસંસ તુરંત સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરાયો હતો.  ફરી ઈન્સ્પેક્શન હાથ ધરાશે અને ત્યારે જ સંતોષકારક સ્થિતિ હશે તો જ કંપનીનું  લાયસન્સ રિન્યૂ કરવામાં આવશે.'


Tags :