Get The App

વિક્રીલીમાં સ્લમમાં રહેતા યુવકની 10 કરોડની જીએસટી ચોરીમાં ધરપકડ

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
વિક્રીલીમાં સ્લમમાં રહેતા યુવકની 10 કરોડની જીએસટી ચોરીમાં ધરપકડ 1 - image


યુવકના પાન-આધારના આધારે નકલી કંપની બનાવી દેવાઈ

10 બાય દસની રુમમાં રહેતા યુવકના નામે મીરા રોડમાં સિેમેન્ટ ઉત્પાદન ફેક્ટરીના બોગસ દસ્તાવેજોઃ ૬ કરોડથી વધુનું ટર્ન ઓવર દર્શાવાયું 

મુંબઈ -  વિક્રોલીમાં ૧૦ બાય ૧૦ના ઘરમાં રહેતા ૪૪ વર્ષીય સંતોષ લોધે નામના યુવકને  ૧૦ કરોડની જીએસટી ચોરીની નોટીસ  અપાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તપાસમાં ખુલાસો થયો હતો કે અન્ય શખ્સો દ્વારા તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે ફકત કાગળ પર  બનાવટી સિમેન્ટ ઉત્પાદનની કંપની ઉભી કરીને રુ. ૧૦ કરોડની જીએસટીની ચોરી કરવામાં આવી હતી. જીએસટી વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રોલીના રહેવાસી ૧૦ બાય ૧૦ના ઘરમાં રહેતા ૪૪ વર્ષીય  સંતોષ લોંધેને ૧૦ કરોડની જીએસટી નોટિસ મળી હતી અને શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.  

સુરેશ લોંધેના નામે સંતોષ એન્ટરપ્રાઈઝ નામની નકલી સિમેન્ટ ઉત્પાદક કંપની શરુ કરવામાં આવી હતી. 

આ માટે આરોપીઓએ તેના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને  મીરા રોડના શાતિ શોપિંગ સેન્ટરના સરનામે સિમેન્ટ કંપની ખોલી હતી. જેમાં  સિમેન્ટ, સ્ટીલ એંગલ અને વિવિધ નોન એલોય સ્ટીલ ઉત્પાદનનો વેપાર કરતી કંપની તરીક રજિસ્ટ્રેશન  કરાવ્યું હતું. વધુમાં આરોપીઓ દ્વારા આ કંપનીના નામે એક વર્ષમાં  રુ. ૬.૧૫ કરોડનું નકલી ટર્નઓવર પણ દર્શાવવામાં આવ્યું હતું.  જેમાં રુ. ૧૦.૨ કરોડનો ટેક્સ પણ સામેલ છે.

પરંતુ તપાસ દરમિયા જીએસટી અધિકારીઓને જાણવા મળ્યું હતું કે રજીસ્ટર સરનામે સુરેશ એન્ટરપ્રાઈઝ નામની કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાનો ખુલાસો થયો હતો. 

આરોપીઓ દ્વારા  ટેકસ ન ચુકવવામાં આવતા જીએસટી વિભાગે સુરેશ લોંધે સામે એમજીએસટી અને સીજીએસટી એક્ટ, ૨૦૧૭ની કલમ ૧૩૨ (૧) (બી), (સી), (૧) અને (આઈ) હેઠળ કેસ નોંધવવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.  

આ બાદ તેની પૂછપરછ કરતા આ સમ્રગ છેતરપિંડીમાં મહેશ કાંબલે અને રાહુલ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં બંને આરોપીઓ દ્વારા સંતોષ લોંધેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની સહી લઈને બનાવટી કંપની શરુ કરવામાં આવી હતી અને જીએસટી ચોરી કરી હતી. જો કે, આ બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી. જીએસટી વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


Tags :