Get The App

હવે રેલવે સ્ટેશનના સ્ટોલ પરથી ગરમ ગરમ વડા- સમોસા અને રગડો મળશે નહિં

Updated: Oct 1st, 2023

GS TEAM

Google News
Google News
હવે રેલવે સ્ટેશનના સ્ટોલ પરથી ગરમ ગરમ વડા- સમોસા અને રગડો મળશે નહિં 1 - image


મધ્ય રેલવેએ ઉપનગરીય રેલવે સ્ટેશનના સ્ટોલ પર ઇન્ડકસન ચૂલા અને ઇલેકટ્રીક સ્ટવનો ઉપયોગ પર પ્રતિબંધ

મુંબઇ :  મુંબઇની ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને રેલવે સ્ટેશન પર ગરમ-ગરમ નાસ્તાઓ આરોગવાનો આનંદ માણવા નહિં મળે. મધ્ય રેલવેએ તમામ ઉપનગરીય રેલવે સ્ટેશનોના પ્લેટપોર્મ પર કુકિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સ્ટોલ ધારકો ઇન્ડકસન ચૂલા અને ઇલેક્ટ્રીક સ્ટવનો ઉપયોગ નહિં કરી શકે. આથી પ્લેટપોર્મ પર  તાજા ગરમા ગરમ વડા, સમોસા, વડા પાઉ અને રગડો ખાવાના શોખીન મુસાફરોને નિરાશ થવું પડશે.

ઉલ્લેખનીય છે કે ઉપનગરીય લોકલ ટ્રેનમાં દરરોજ આશરે ૮૦ લાખ મુસાફરો પ્રવાસ કરશે. આમાંથી મોટી સંખ્યામાં સ્ટોલ પરથી વડા પાઉ, સમોસા પાઉ ગરમ બંધાવીને મુસાફરી દરમિયાન ખાતા હોય છે. કેટલાક તો સ્ટોલ ધારકોને પોન કરીને પોતાના પાર્સલ ડબામાં પહોંચાડવાનું કહેતા હોય છે.

રેલવે દ્વારા પ્લેટફોર્મ પર ગેસ સિલિન્ડર અને કેરોસિનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયા બાદ સ્ટોલ ધારકો ઇન્ડકસન ચૂલા તથા ઇલેકટ્રીક સ્ટવનો ઉપયોગ કરીને ગરમ ગરમ નાસ્તો તૈયાર કરતા હતા. હવે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આથી સ્ટોલ ધારકોને ગરમ ગરમ નાસ્તો બનાવવા માટે સ્ટેશન નજીક જગાઓ શોધવી પડશે. અને ત્યાંથી લાંવીને સ્ટેશન પર નાસ્તો  વેચવો પડશે.

શું કામ પ્રતિબંધ મૂક્યો

થોડાક દિવસ પહેલાં ભાયખલા સ્ટેશનના એક સ્ટોલ પર ઇન્ડેકશન પર કઠાઇ પર તેલ ગરમ કરાતું હતું. કઠાઇથી આગ લાગતા અચાનક આગ ફેલાઇ હતી. આગને નિયંત્રણમાં લેતાં વહીવટીતંત્રને ૨૦ મિનિટ લાગી હતી. આથી આવી ઘટનાઓ થતી  અટકાવવા સ્ટોલ પર રાંધવા પર પ્રતિબંધ મૂકાયો છે.

પરંતુ લાંબા અંતરની ગાડીઓમાં મુસાફરી કરનારાની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યાં પ્રતિબંધ લાગુ કરાયો નથી. મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપુરે અનુસાર મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં પ્લેટફોર્મ જેવા સ્ટોલ પર રાંધવાની સુવિધા ચાલું રાખી છે. પરંતુ અન્ય પ્લેટપોર્મ પર પ્રતિબંધ છે.


Tags :