પત્રીપુલનું કામ મે મહિનામાં પૂરું થશે મેયર વિનીતા રાણેની માહિતી
કલ્યાણ,તા.3 માર્ચ 2020 મંગળવાર
કલ્યાણની દ્રષ્ટ્રિએ અતિ મહત્વનો એવા પત્રીપુલનું કામ મે મહિનામાં પૂરું કરાશે એવી માહિતી કલ્યાણ- ડોમ્બિવલી મહાનગરપાલિકાનાં મેયર વિનીતા રાણેએ પત્રકાર પરિષદમાં આપી. ભાજપાએ આજે પુત્રીપુલના કામમાં થઇ રહેલી દિરંગાઇને લઇ શિવસેનાને ટાર્ગેટ કરી ધરણા આંદોલન કર્યું તે અંગેની પ્રતિક્રિયા આપવા મેયર રાણેએ પત્રીપુલનું કામ પૂરું થવાની નવી તારીખ જાહેર કરી.
પત્રીપુલના કામમાં થઇ રહેલા વિલંબને લીધે ભારતીય જનતા પાર્ટી તરફથી પત્રીપુલ નજીક ધરણા આંદોલન કરવામાં આવ્યું પરંતુ ભાજપનું આદોલન એક નાટક હોવાની ટીકા કરી પત્રીપુલના કામ માટે સંસદ સભ્ય ડો. શ્રીકાંત શિંદેએ સતત નિરીક્ષણ કર્યું છે. ભિવંડીના સાંસદ કપિલ પાટીલ કોઇ દિવસ પત્રીપુલનું કામ જોવા આવ્યા છે કે? તેવો સવાલ કરી ડો. શિંદેની જેટલી જવાબદારી છે. તેટલી જ જવાબદારી કપીલ પાટીલની પણ છે એવો સવાલ સભાગૃહ નેતા પ્રકાશ પેણકરે કર્યો.
કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઇ શિવસેના- ભાજપ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે પરંતુ અમારે શિવસેના- ભાજપના રાજકારણથી કઇ લેવા દેવા નથી અમારે તો પત્રીપુલનું કામ ઝડપથી પૂરું થાય તેવું નાગરિકોનું કહેવું છે.