Get The App

નવો મોબાઈલ ફોન ન ખરીદી આપતાં મહિલાની આત્મહત્યા

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
નવો મોબાઈલ ફોન ન ખરીદી આપતાં મહિલાની આત્મહત્યા 1 - image

પુણેની પરિણિતાએ ગળેફાંસો ખાઈ લીધો 

જૂનો મોબાઈલ ફોન  તૂટી જતાં સાસરિયાઓ પાસે નવો ફોન માગ્યો હતા

મુંબઈ -  પુણેના પિંપરીમાં  પચ્ચીસ વર્ષીય મહિલાને તેનો જૂનો મોબાઈલ તૂટી ગયા બાદ સાસરિયાઓએ નવો મોબાઈલ ફોન આપવાની ના પાડી દેતાં ગુસ્સામાં તેણે તેના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત  માહિતી મુજબ, આ ઘટનામાં પચ્ચીસ વર્ષીય વૈષ્ણવી દહીવાલનું મોત નીપજ્યું હતું. તેના લગ્ન ૩ વર્ષ પહેલા થયા હતા. તેને દોઢ વર્ષની પુત્રી છે. તે તેના પરિવાર સાથે પુણેના પિંપરી ચિંચવાડમાં રહેતી હતી. 

તેનો જૂનો મોબાઈલ ફોન નીચે પડી જતાં તૂટી ગયો હતો.આ કારણે વૈષ્ણવીએ તેના સાસરિયાઓ પાસે નવો મોબાઈલ ફોન માંગ્યો હતો. જો કે, પરિવારે તેને નવો મોબાઈલ ફોન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

આથી વૈષ્ણવી ગુસ્સે ભરાઈ હતી અને સોમવારે તેના ઘરે બેડરુમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે મહિલા લાંબા સમય સુધી તેના રુમમાંથી બહાર ન આવી ત્યારે તેના પરિવારના સભ્યોને ચિંતા થતાં તેઓ રુમમાં દોડી ગયા હતા. જો કે, રુમ પહોંચતા તેમને વૈષ્ણવીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો.

આ બાદ પરિવારે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામુ કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બાદ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.