બિલ ન ભર્યું તો ગેસ કનેકશન કટ કરવાની ચીમકી આપી
પોલીસ મથકમાં ધમાલ મચાવી થાંભલા સાથે માથું પછાડયું, અન્ય ત્રણ સામે પણ ગુનો દાખલ
મુંબઈ - ભિવંડીમાં પોલીસ સ્ટેશનની અંદર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર પર કથિત રીતે હુમલો કરવા બદલ એક મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
આ ઘટના ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનમાં બની હતી.આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અરુણ ગણપત ઘોલપ ડયુટી પર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર એક કેસના સંદર્ભમાં આરોપી સઈદ ખાન અને સિમરન નામની એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.તે સમયે ખાને કથિત રીતે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન પરિસરમાં એક થાંભલા પર પોતાનું માથું અથડાવ્યું હતું.
પોલીસ અધિકારી ઘોલપેએ આ મામલામાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સિમરને ઘોલપેના ડાબા હાથમાં બચકું ભર્યું અને તેને ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેના સત્તાવાર કામમાં અવરોધ ઊભો કર્યો હતો. ફરિયાદનો ઉલ્લેખ કરતા એક અધિકારીએ જણાવ્યું કે આ બનાવ બાદ પોલીસે એફઆઈઆર નોંધી છે.
તેમણે કહ્યું હતું કે સઈદ ખાન અને સિમરન ઉપરાંત પોલીસે એફઆઈઆરમાં જબ્બો સઈદ ખાન અને મૌસીમ સઈદ ખાનના નામ પણ સામેલ કર્યા છે.તેઓ પણ હુમલાના સમયે પોલીસ સ્ટેશનમાં હાજર હતા.આ કેસની તપાસ ચાલી રહી છે.


