'પત્ની, બહેનને પાકિસ્તાન, યુએઈ, બાંગ્લાદેશથી નફરતના સંદેશા મળી રહ્યા છે'ઃ સમીર વાનખેડે

બે કરોડના માનહાનિના કેસ બાદ એનસીબીના અધિકારીની ટિપ્પણી
'બેડ્સ ઓફ બોલીવુડ'ને લઈ રેડ ચિલીઝ, નેટફ્લિક્સ સામે માનહાનિનો કેસ દાખલ કરવા પર ટિપ્પણી કરી
મુંબઈ - મુંબઈ એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ૧૧ ઓક્ટોબરના રોજ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે દાખલ કરેલા માનહાનિના કેસ વિશે વાત કરી હતી. સમાચાર એજન્સી સાથે વાત કરતા, ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અધિકારીએ દાવો કર્યો હતોે કે તેમના પરિવારને પાકિસ્તાન, યુએઈ અને બાંગ્લાદેશથી નફરતભર્યા સંદેશાઓ મળી રહ્યા છે.
વાનખેડેએ કહ્યું કે તેમના પરિવારને તેમના વ્યવસાય કે કેસ સાથે કોઈ લેવાદેવા નથી અને પૂછયું, તેઓ આ પ્રકારની બાબતોનો ભોગ કેમ બની રહ્યા છે?
વધુમાં, તેમણે પત્રકારોને એ પણ માહિતી આપી કે તેમની બહેન અને પત્નીને ધમકીઓ મળી રહી છે. પાકિસ્તાન, યુએઈ અને બાંગ્લાદેશ તરફથી નફરતના સંદેશાઓ આવી રહ્યા છે. હું તે સ્વીકારીશ નહીં કારણ કે મારા કારણે તેઓ તેનો ભોગ બની રહ્યા છે,એમ તેમણે કહ્યું.
તેમણે વધુમાં ઉમેર્યું, અમે નિયમિતપણે પોલીસને મારી બહેન અને પત્નીને મળી રહેલી ધમકીઓ વિશે જાણ કરી છે.
વાનખેડેએ એમ પણ કહ્યું કે તેમણે આ કેસ દાખલ કર્યો ે કારણ કે તે તેમના આત્મસન્માન, વ્યક્તિગત ગરિમા અને સન્માન વિશે હતો, તેમણે કહ્યું કે, એમ તમે જે પણ વ્યંગ્ય કે પેરોડી બનાવો છો, તે તમારા પોતાના લોકો સાથે કરો.
તેમણે ઉમેર્યું કે તેઓ શક્ય હોય ત્યાં સુધી કાનૂની લડાઈ લડશે, તેમણે કહ્યું, હું ભારત સરકારનો એક વફાદાર સૈનિક છું. આપણી સિસ્ટમમાં અનેક નિયંત્રણો અને સંતુલન છે, અને એક યોગ્ય નિયમ પુસ્તક - બંધારણ - છે જેના આધારે આપણે કામ કરીએ છીએ. અહીં એક વ્યક્તિ નિર્ણયો લેતી નથી. બધું નિયમો અને કાયદાઓ અનુસાર કરવામાં આવ્યું છે. તે કોઈ પ્રચાર વિશે નથી તે ગૌરવ વિશે છે. મને જે પ્રકારના નફરતના સંદેશા મળી રહ્યા છે, તેના પર કોઈ પણ સ્વાભિમાની માણસ ચૂપ રહેશે નહીં. હું શક્ય તેટલી હદ સુધી આ કાનૂની લડાઈ લડીશ.
ડ્રગ્સના દુરુપયોગને રાષ્ટ્ર માટે એક મોટો મુદ્દો ગણાવતા તેમણે આગળ કહ્યું, આવી બાબતોને ઉજાગર કરીને, તમે ફક્ત એક વ્યક્તિનું જ નહીં પરંતુ મારી સાથે કામ કરનારાઓનું અને ડ્રગના દુરુપયોગ સામે લડનારા અન્ય લોકોનું પણ અપમાન કરી રહ્યા છો.
આ કેસ આર્યન ખાનની વેબ સિરીઝ, બેડ્સ ઓફ બોલિવૂડ સાથે સંબંધિત છે. નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે શ્રેણીમાં એક પાત્ર તેમના જેવું જ છે અને આરોપ લગાવ્યો છે કે આ શો તેમની પ્રતિષ્ઠાને ખરાબ કરવાના ઇરાદાથી જાણી જોઈને કલ્પના અને અમલમાં મૂકવામાં આવ્યો હતો.
વાનખેડેએ આર્યન ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (શાહરૃખ અને ગૌરી ખાનની માલિકીની) અને નેટફ્લિક્સ સામે રૃ.૨ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.








