Get The App

મ્હાડાના સબ રજિસ્ટ્રાર પતિના બેફામ ભ્રષ્ટાચારથી કંટાળી પત્નીનો આપઘાત

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
મ્હાડાના સબ રજિસ્ટ્રાર પતિના બેફામ ભ્રષ્ટાચારથી કંટાળી પત્નીનો આપઘાત 1 - image


કાંદિવલીમાં મહિલાના આપઘાત કેસમાં નવો ફણગો

મહિને ૪૦ લાખથી વધુની કાળી કમાણી થી શિક્ષિકા રેણુ વ્યગ્ર હતીઃ કાળું નાણું વ્હાઈટ કરવા સસરા પર દબાણ કરતો હતો 

મુંબઈ -  કાંદિવલી ઈસ્ટમાં મ્હાડાના સબ રજિસ્ટ્રાર બાપુ કટરેની પત્ની રેણુએ કરેલા આપઘાતમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. રેણુના ભાઈના આરોપ અનુસાર પતિ બાપુ કટરેનો બેફામ ભ્રષ્ટાચાર સહન  ન થતાં રેણુએ આપઘાત કર્યો છે. 

 રેણૂ કટરેએ તેમના કાંદિવલી (ઈ)ના નિવાસસ્થાને શનિવારે રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ કાંદિવલી સમતાનગર પોલીસ મથકમાં રેણૂ કટરેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર પતિ બાપુ કટરે અને સાસુ યમાબાઈ કટરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

દરમિયાન મૃતક રેણૂ કટરેના ભાઈએ બનેવી બાપુ કટરે સામે ફરિયાદ નોંધાવતા એવો દાવો કર્યો હતો કે બાપુ કટરે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી લાખોની કાળી કમાણી કરતા હોવાથી તેમની શિક્ષિકા બહેન રેણૂ તેમનાથી દુઃખી હતી. રેણુના ભાઈએ એવો પણ દાવો કર્યો હતો કે મ્હાડામાં અધિકારી એવા બાપુ કટરેની ભ્રષ્ટાચાર માર્ગે કાળી કમાણીની આવક મહિને ૪૦થી ૫૦ લાખ રૃપિયા થતી હતી. રેણૂ આ કમાણીની વિરોધી હતી. આ રીતે ભ્રષ્ટાચાર આચરી આવતી કાળી કમાણીની બાળકો પર ખરાબ અસર પડશે તેવું તેમનું માનવું હતું. રેણૂના ભાઈએ એવો આરોપ પણ કર્યો હતો કે આ કાળી કમાણીને ધોળી કરવા બાપૂ કટારે તેમના પિતા પર દબાણ લાવતા હતા. જો આ બાબત નકારી કાઢવામાં આવે તો તેઓ રેણૂની મારપીટ પણ કરતા હતા.

ફરિયાદ મુજબ દબાવ અને મારપીટના ભયથી કંટાળી રેણૂએ ૧૫થી ૨૦ લાખ રૃપિયાની ધોળા કરવામાં મદદ કરી હતી. આ બાબતે રેણુ કટારેના પિતા જમાઈ બાપુને મળી તેની સાથે આ બાબતે વિગતવાર ચર્ચા પણ કરવાના હતા અને તે માટે બાપુ કટારેને પુણે મળવા પણ બોલાવ્યા હતા પણ બાપુએ ઘસીને ના પાડી દીધી હતી. 

આ સિવાય પતિ-સાસુના મ્હેણા-ટોણા અને ત્રાસ અસહ્ય થઈ જતા રેમૂ કટારેએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ૨૭ જુલાઈના આ મુદ્દે બન્ને કુટુંબ વચ્ચે મટિંગ પણ થવાની હતી. જો કે બાપુ કટારેએ મીટિંગમાં હાજર થવાનું નકારી કાઢતા રણુ કટારેએ તેમના ભાઈને ફોન કરી બાપુ કટારે કારણ વગર અપશબ્દો કહી મારપીટ કરતા હોવાનું જણાવ્યું હતું. અંતે રેણુ કટારેએ શનિવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું.


Tags :