રસ્તા ખુલા કેમ નથી કરાવતા ? રાજ્ય સરકારને કોર્ટનો સવાલ
સરકારને ડરઃ બળપ્રયોગનું માઠું પરિણામ આવશે
જરાંગેની ચિમકી પ્રમાણે બીજા લાખો મરાઠા આવી જશે તો તમારો પ્લાન શું છે?
મુંબઈ - હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછય હતંું કે જો જરાંગેનું નિવેદન છે કે આવા લાખો વિરોધીઓ આવશે, તો રાજ્ય સરકાર પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે.
આંદોલનકારીઓ કહ્યું છે કે તેઓ આમરણ ઉપવાસ પર ઉતરશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મુંબઈ છોડશે નહીં. તેઓ (જરંગે) સ્પષ્ટ ધમકી આપી રહ્યા છે. રાજ્ય સરકાર રસ્તાઓ કેમ ખુલા નથી કરાવી રહી?
જ્યારે કોર્ટે પ્રશ્ન કર્યો કે સરકાર પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવાની યોજના ધરાવે છે, ત્યારે સરાફે કહ્યું કે સરકાર અને પોલીસે ચાલી રહેલા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિમાં સંતુલન બનાવવું પડશે.આકરા પોલીસ બળનો ઉપયોગ કરવો સરળ હશે પણ તેનું પરિણામ ખરાબ આવશે. આપણે રસ્તા પર પ્રદર્શનકારીઓ અને નાગરિકો વચ્ચે નાજુક સંતુલન જાળવવાની જરૃર છે,એમ સરાફે કહ્યું હતું.