તારાપુર અણુમથકમાંથી રેડિએશન લીક થાય તો ? 19 ગામોમાં મોકડ્રિલ
તારાપુર પાસે પહેલીવાર આવી મોકડ્રિલ
એનડીઆરએફ, નેવી, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ પણ સામેલ થઈૅ
મુંબઇ તા.૧૬ ેપાલઘર જિલ્લામાં આવેલા તારાપુર અણુ ઉર્જા કેન્દ્રની આસપાસના ૧૯ ગામોમાં રેડિયેશન ફેલાય ત્યારે શું કરવું તેનાથી લોકોને જાણકારી આપવા માટે પહેલી જ વાર મોક-ડ્રીલ યોજવામાં આવી હતી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ તરફથી આ મોક-ડ્રીલ યોજવામાં આવી હતી. અણુઉર્જા કેન્દ્રમાંથી રેડિયેશન ફેલાવા માંડે ત્યારે કઇ જાતની તકેદારી લેવી તેની ૧૯ ગામોના રહેવાસીઓને જાણકારી આપવામાં આવી હતી.
આ બધા ગામોના નાગરિકોને ૩૧,૩૮૧ આયોડીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૯૪૦ લોકોને કામચલાઉ આશ્રયસ્થાન ખસેડવામાં આવ્યા હતા. ૪૫ લોગોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર કઇ રીતે સજ્જ છે તેમ જ અણુઉર્જા કેન્દ્રની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની સલામતી માટે કયા પગલાં જરૃરી છે તેનો આ મોક-ડ્રીલમાં તાગ મેળવવામાં આવ્યોહતો. તારાપુર અણુ ઉર્જા કેન્દ્ર, નૌકાદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફના અધિકારીઓ અને જવાનોએ આ ડ્રીલમાં ભાગ લીધો હતો.