ઈન્ડિયન ઈન્સ્ટીટટયુટ ઓફ સાયન્સમાં સેન્ટર સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા હતા
ભારતની પર્યાવરણ નીતિના ઘડતરમાં યોગદાન ઃપદ્મભૂષણ સન્માન મળ્યું હતુ
રિંુક્ક - પશ્ચિમ ઘાટના સંવર્ધન માટે બહુમૂલ્ય યોગદાન આપી ચૂકેલા જાણીતા પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગીલનું ગઈ રાત્રે પુણેની હોસ્પિટલમાં ૮૩ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું.
ભારતની પર્યાવરણ નીતિ અનવે પર્યવારણની જાળવણીના ક્ષેત્રે માધવ ગાડગીલે પાયાની કામગીરી બજાવી હતી. બેંગ્લુરૃની ઈન્ડિયન ઈન્સ્ટીટટયુટ ઓફ સાયન્સમાં સેન્ટર ફોર ઈકોલોજિકલ સાયન્સીઝની તેમણે સ્થાપના કરી હતી. તેઓ વેસ્ટર્ન ઘાટસ ઈકોલોજી એક્સપર્ટ પેનલના ચેરમેન હતા. આ પેનલ ગાડગીલ કમિશન તરીકે ઓળખાય છે. તેઓ કેન્દ્ર તથા રાજ્ય સરકારોના પર્યાવરણ સલાહકાર રહી ચૂક્યા હતા.
પર્યાવરણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ માધવ ગાડગીલને ૧૯૮૧માં પદમશ્રી અને ૨૦૦૬માં પદમભૂષણના ખિતાબથી નવા જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને ખિતાબોથી સન્માનીત કરવામાં આવ્યાં હતા.


