Get The App

વેબ સીરિઝની એકટ્રેસ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવતાં ઝડપાઈ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
વેબ સીરિઝની એકટ્રેસ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવતાં ઝડપાઈ 1 - image

અભિનય ક્ષેત્રમાં કામ ન મળતા પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો 

થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં દરોડા પાડી બે યુવતીને બચાવાઈઃ પચ્ચીસ હજારમાં સોદો કરાતો હતો  

મુંબઈ -       થાણે  પોલીસે અભિનય ક્ષેત્રમાં કામ ન હોવાને કારણે સેક્સ રેકેટ  ચલાવતી ૨૬ વર્ષીય હિન્દી વેબ સિરીઝની  અભિનેત્રીની ધરપકડ કરી છે.વાગળે એસ્ટેટ વિસ્તારમાં છટકું ગોઠવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બે યુવતીઓને દેહ વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવી હતી. થાણે 

      પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે વેબ સિરીઝની કેટલીક અભિનેત્રીઓને પણ આ રેકેટમાં સામેલ કરી હોવાની શંકા છે..પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તે દરેક ક્લાયન્ટ પાસેથી  પચ્ચીસ હજાર વસુલતી હતી.

     મુંબઈની એક મહિલા દેહ વ્યવસાય ચલાવી રહી હોવાની માહિતી થાણે પોલીસને મળી હતી. આ માહિતીના પરથી પોલીસે નકલી ક્લાયન્ટની મદદથી અભિનેત્રીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ કહ્યું કે વિવિધ હિન્દી વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીઓ  દેહ વ્યવસાય માટે ઉપલબ્ધ છે.તેણે બદલામાં ક્લાયન્ટ પાસેથી પચ્ચીસ હજાર  રૃપિયાની માંગણી  કરી હતી.

    અભિનેત્રીને વાગલે એસ્ટેટ વિસ્તારની એક હોટલમાં આવવાની હતી.ત્યારે પોલીસે હોટેલ વિસ્તારમાં છટકું ગોઠવ્યું અને અભિનેત્રીની ધરપકડ કરી હતી.

       તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબુલ્યું હતું કે તે  એક હિન્દી વેબ સિરીઝમાં કામ કર્યું હતું. પરંતુ વધુ કામ ન મળવાને કારણે તેણે દેહ વ્યવસાયની શરૃઆત કરી હતી.

   અભિનેત્રીએ  એમ પણ કહ્યું કે તે દરેક ગ્રાહક પાસેથી રૃ.પચ્ચીસ  હજાર લેતી હતી.તે પીડિત યુવતીને રૃ.૧૦ હજાર આપતી અને બાકીના રૃ.૧૫ હજાર પોતાના માટે રાખે છે.પોલીસની ટીમે આ કેસમાં બે યુવતીને બચાવી લીધી છે . આ સંદર્ભમાં અભિનેત્રી વિરુદ્ધ વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.