અમે બંને ભાઈઓ સાથે રહેવા એક થયા છીએ : ઉદ્ધવ ઠાકરે
- બે દાયકા બાદ સંયુક્ત રેલીમાં ઠાકરેભાઇઓ એક મંચ પર
- મહાનગરપાલિકા તોશું પણ મહારાષ્ટ્રની ચૂંટણી પણ સાથે જ લડીશુંઃ મરાઠી ભાષાનો અપમાન કરનારાને મારપીટ કરાશેે : રાજ
આ પ્રસંગે ઉદ્ધવે સ્પષ્ટ કહ્યું હતું કે અમે સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ. મહાનગર પાલિકા તો શું આગામી સમયમાં મહારાષ્ટ્રની વિધાનસભા પણ સર કરીશું. એમ કહીને બન્ને પિતરાઇભાઇઓ આગામી મહાનગર પાલિકાની ચૂંટણીઓ સાથે લડશે એવા સંકેતો ઉદ્ધવ ઠાકરેએ આપ્યા હતા. જોકે રાજ ઠાકરે એ કહ્યું કે હવે મરાઠી મુદ્દે અમે ભેગા થયા બાદ ભાજપની આગળની રણનીતિ મરાઠીઓને જાતિમાં વિભાજન કરવાનું રાજકારણ કરશે.
વિજયી રેલીના મંચ પર માત્ર બન્ને પિતરાઇભાઇ બેઠા હતા. પ્રથમ રાજ ઠાકરેએ સન્માનીય ઉદ્ધવ ઠાકરે કહીને તેમણે ભાષણ શરૂ કર્યું હતું જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બે પિતરાઇ ભાઇઓને એક સાથે લાવીને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે અને અન્ય લોકો કરી શક્યા નહિં તે તેમણે મરાઠીના મુદ્દે કરી બતાવ્યું છે.
વર્ષ ૨૦૦૫માં પિતરાઇ ભાઇ સાથે મતભેદોને કારણે શિવસેનામાંથી છૂટા પડયા હતા.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે હિન્દી ભાષાના ફરજિયાત કરવાના આડમાં રાજ્ય સરકાર મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાની તેમની યોજના ના પુરોગામી હતા.
ભાજપ દ્વારા તેમના પુત્રો પર કરવામાં આવેલા કોન્વેન્ટ શિક્ષણના મુદ્દે રાજે કહ્યું કે દક્ષિણ ભારતમાં ઘણા રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ અંગ્રેજી શાળાઓમાં ભણ્યા છે. પરંતુ તેમને તમીલ અને તેલુઘું ભાષાઓ પર ગર્વ છે.
મારા પિતા શ્રીકાંત ઠાકરે અને કાકા બાલ ઠાકરે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. મેં અને ઉદ્ધવ મરાઠી ભાષામાં ભણ્યા છીએ. અને અમારા બન્ને પુત્રો કોન્વેન્ટમાં ભણ્યા છે. તો શું મરાઠી ભાષા ગર્વ પૂર્ણ નથી. બાલઠાકરે અંગ્રેજીમાં ભણ્યા અને અંગ્રેજી અખબારમાં વ્યંગ ચિત્રકાર તરીકે કામ કર્યું છે. છતાં તેમણે ક્યારેય મરાઠીના દરજ્જા સાથે સમાધાન કર્યું નથી. એ માટે તેમણે ઉદાહરણ આપ્યું હતું. અને મહારાષ્ટ્રમાં મરાઠી જ મુખ્યમંત્રીનો આગ્રહ રાખ્યો હતો.
ભાજપના વડા લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે. શું તેમના હિન્દુત્વ પર પ્રશ્ન ઉઠાવવો જોઇએ.
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે મરાઠી માણસ સામે દાદાગીરી કરનારાને છોડી શું નહિં અમે તેની સાથે મારપીટ કરાશે. આવા વખતે તેમણે વિડિયો નહિં ઉતારવાની સલાહ આપી હતી.
- એક થવાનું કારણ?
હિન્દી ભાષા ધો.૧ થી ૫ ફરજિયાત કરવાના સરકારના આગ્રહ સામે શિવસેના (યુબીટી) અને મનસેએ ભારે વિરોધ કરીને આ હિન્દી ભાષા કોઇકાળે મહારાષ્ટ્રમાં ફરજિયાત અભ્યાસક્રમમાં લાદવા દઇશું નહીં. આમ વિરોધમાં થતાં રાજ્ય સરકારે પીછેહઠ કરીને જી.આર. પાછા ખેંચી લીધા હતા. તેઓની વિરોધ રેલીના બદલે બન્ને ભાઇઓએ પોતાની પીઠથાબડીને વિજયી રેલીનું આયોજન કર્યુ ંહતું. તેને મરાઠી દિવસની ઉજવણી કહીને બન્ને ભાઇઓએ આજે વરલીના નેશનલ સ્પોર્ટ્સ કલબ ઓફ ઇન્ડિયા (એન.એસ.સી.આઇ.)ના ડોમમાં વિજયી રેલી યોજી હતી.
- 'બાળ ઠાકરે મને આશીર્વાદ આપતા હશે' : ફડણવીસ
મુંબઈ: રાજ અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત રેલીમાં શિવસેના યુ.બી.ટી.ના વડા ઉદ્ધવ ઠાકરેનું ભાષણ રૂદાલી એટલે કે વ્યવસાયિક શોક વ્યક્ત કરનારા જેવું આપ્યું હતું. એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
રાજ ઠાકરેએ સંબોધનમાં હળવાશથી કહ્યું કે બે પિતરાઈ ભાઈને એક થવાનો શ્રેય ફડણવીસને આપ્યો હતો. જે બાલ ઠાકરે કરી શક્યા નથી. આથી ફડણવીસે કહ્યું હતું કે બાલ ઠાકરે મને આશીર્વાદ આપી રહ્યા હશે. ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના ભાષણમાં મરાઠીઓની હિતની વાત ન હતી.પણ તેમણે સત્તા ગુમાવવી તેનો રંજ હતો.