વિશ્વ વિખ્યાત ઇલોરાની ગુફામાં પાણીના ગળથરથી ભીંત ચિત્રોને જોખમ

ગયા વર્ષે પણ ગુફામાં પાણી ટપકવા માંડેલું
ગુફાની અંદર નવમી સદીની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે
મુંબઈ - વિશ્વ-વિખ્યાત ઇલોરાની એક ગુફામાં પાણીનું ગળતર થવા માંડતા નવમી સદીના ભીંતચિત્રો સામે જોખમ ઉભું થયું છે એમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના એક અધિકારીએ જણાવ્યુ ંહતું.
છત્રપતી સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં અજંટા-ઇલોરાની ગુફાનો સમુહ આવેલો છે. આમાંથી ઇલોરાની ૩૨ નંબરની ગુફામાં કુદરતી રીતે જ પાણી પડવા માંડયું છે. ગયા વર્ષે પણ આવી જ રીતે ગળતર થયું હતું એમ આ અધિકારીએ કહ્યું હતું.
છત્રપતિ સંભાજીનગરથી ૩૦ કિ.મી. દૂર આવેલા અજંટા-અલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આમાં હિન્દુ, જૈન, બૌદ્ધ ગુફાઓનો સમાવેશ થાય છે.
એક ટુરિસ્ટ ગાઇડે તાજેતરમાં જ ૩૨ નંબરની ગુફાની મુલાકાત લીધા બાદ જાણકારી આપી હતી કે ગયા વર્ષે જ્યારે પાણીનું ગળતર શરૃ થયું ત્યારે તેને અટકાવવાના પ્રયાસ કરવામાં આળ્યા હતા. પરંતુ આ ગળતરને કાયમ માટે અટકાવવા વધુ ઉપાયો અજમાવવા જરૃરી છે. એએસઆઇ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે કન્ઝર્વેશન વિભાગને લીકેજ બાબતમાં જાણ કરી છે. ગળતરની સમસ્યા ઉભી થઇ છે. એ બાબતની સમીક્ષા કરવામાં આવશે.
બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે ગળતરનું મૂળ શોધી કાઢવા માટે આ અગાઉ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિસ્તાર બહુ જ મોટો હોવાથી ગળતરનું ઉદ્ભવસ્થાન શોધી કાઢવાનું મુશ્કેલ છે.
હેરિટેજ સંગઠન 'ઇન્ટેક'ના સહ-સંયોજક સ્વપ્નીલ જોશીએ જણાવ્યું હતું કે ઇલોરાની ગુફાનો અજન્ટાની ગુફાઓ કરતા જુદી છે. ઇલોરામાં આ જાતના ભીંતચિત્રોવાળી બહુ ઓછી ગુફાઓ છે. એટલે તેની જાળવણી અને જતન કરવાનું ખૂબ જરૃરી છે.








