Get The App

મુંબઈના જળાશયોમાં 23 દિવસમાં 10 ટકા પાણી ઘટયું

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈના જળાશયોમાં 23 દિવસમાં 10 ટકા પાણી ઘટયું 1 - image

ભારે ગરમીને લીધે ઝડપી બાષ્પીભવન

માત્ર ૩૭ ટકા પાણી બચ્યું છે ઃ હજુ દોઢ-બે માસમાં વધુ ઘટાડો થશે 

મુંબઈ -  ભરઉનાળાને આંટી દે એવી પડી રહેલી ગરમી અને તાપને કારણે બાષ્પીભવન ઝડપથી થતું હોવાથી મુંબઈના જળાશયોમાં પાણીના સંગ્રહમાં ૧૦ ટકા ઘટાડો થયો છે. આમ છેલ્લા ૨૩ દિવસમાં જળાશયોમાં ૪૭ ટકા પાણી ભરેલું હતું એ ઘટીને અત્યારે ૩૭ ટકા થયું છે.

હજી  ચોમાસાને ઘણીવાર હોવાથી પાણીના પ્રમાણમાં ઝડપથી થઈ રહેલા ઘટાડા બાબત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને લોકોને પાણી વાપરવામાં કરકસર કરવાની અપીલ કરવામાં આવી છે.

મોડક સાગર, મ ધ્ય વૈતરણા, અપ્પર વૈતરણા, ભાતસા, તાનસા, તુલસી અને વિહાર આ સાત જળાશયોમાંથી મુંબઈને રોજ ૩,૯૫૦ દસ લક્ષ લીટર (મિલિયન લીટર પર ડે) પાણી પૂરું પાડવામાં આવે છે. આખું વર્ષ મુંબઈની તરસ છીપાવવા માટે સાતેય જળાશયોમાં ૪૭,૩૬૩ દસલક્ષ લીટર પાણીની જરૃરિયાત રહે છે. ઉનાળામાં પાણીની ખેંચ પડે છે.

આ  વર્ષે ફેબુ્રઆરીથી જ ગરમી વધવા માંડતા બાષ્પીભવનનું પ્રમાણ વધી ગયું છે. હજી આગામી દોઢ-બે મહિના દરમિયાન બાષ્પીભવનને કારણે જળસંગ્રહમાં વધુ ઘટાડો થશે એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈમાં  વધતીજતી વસ્તીની સાથે પાણીની માગણીમાં પણ સતત વધારો થતો જાય છે. એટલે હાઉસિંગ સોસાયટીઓને રેઇન વોટર હાર્વેસ્ટિંગ (ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ) કરવાની મહાપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે.